Team Chabuk-Sports Desk: Tata IPL 2022નો બે વાગ્યા સુધીના પ્રથમ ચરણમાં સૌથી મોંઘો ખેલાડી શ્રેયસ અય્યર રહ્યો હતો. શ્રેયસને ખરીદવા માટે ફ્રેન્ચાઈઝીમાં રીતસરની હોડ જામી હતી. અંતે કોલકાતા નાઈટ રાઈડર્સે આ ખેલાડીને ખરીદી લીધો હતો. આશ્ચર્યજનક રીતે સુરેશ રૈનાને કોઈ ખરીદદાર મળ્યો નહોતો. જ્યારે ચૈન્નઈ સુપરકિંગ્સે ફરી પોતાના મનપસંદ ખેલાડી ડ્વેઈન બ્રાવો પર પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ગુજરાત ટાઈટન્સની ટીમે અનુભવી બોલર મોહમ્મદ શમીને ખરીદી ટીમને મજબૂત કરવાની દિશામાં પગલું ભર્યું હતું. તો મેદાનમાં એક સમયના દુશ્મન કહેવાતા આર.અશ્વિન અને જોશ બટલર બંને રાજસ્થાનની ટીમમાં ગયા હતા. બેંગ્લોર રોયલ ચેલેન્જર્સને ફાફ ડુ પ્લેસિસ નામનો ખેલાડી મળ્યો છે. જે નિવૃત થયેલા એ.બી.ડી વિલિયર્સની જગ્યા લેશે. આ રીતે બેંગ્લોરની ટીમમાં કોહલી અને મેક્સવેલ સિવાય હવે ફાફ ડુનું ડેડલી કોમ્બિનેશન જોડાયું છે. જે આ વખતે કોઈ કમાલ કરી શકે છે કે નહીં તે જોવાનું છે. પંજાબ કિંગ્સમાં ભારતના અનુભવી ખેલાડી અને લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન શિખર ધવન ગયો છે. પંજાબ પાસે જ કાગિસો રબાડા પણ છે જેને 9.25 કરોડમાં ખરીદાયો છે.



















તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત