Team Chabuk-National Desk: જયપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશન વિસ્તારની એક ઘટના સામે આવી છે. જ્યાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતી એક વ્યક્તિએ મહિલાના પતિને જોઈ એપાર્ટમેન્ટના પાંચમા માળ પરથી છલાંગ લગાવી દીધી. સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે બુધવારના રોજ જણાવ્યું હતું કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વ્યક્તિને તેણી સવાઈમાન સિંહ હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે લઈ ગઈ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર આ દુર્ઘટના રવિવારની મોડી રાત્રે ઘટી હતી. સોમવારના રોજ તેનું સારવાર દરમ્યાન મૃત્યુ થઈ ગયું. પોલીસ ઈન્ચાર્જ બલવીરસિંહે જણાવ્યું કે ઉત્તર પ્રદેશના કન્નોજના રહેવાસી આઝમ ઉર્ફ મોહિસિન જેની વય 29 વર્ષની છે તેણે એપાર્ટમેન્ટના પાંચમાં માળ પરથી છલાંગ લગાવી હતી. મોહિસિન મહિલાની સાથે ભાડેના મકાનમાં લીવ ઈન રિલેશનશિપમાં રહી રહ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ મહિલા પોતાના પ્રેમી મોહિસિનની સાથે બે વર્ષ પહેલા નૈનીતાલથી પોતાની પાંચ વર્ષની સગીર પુત્રીની સાથે પતિને છોડી રાજસ્થાનના જયપુરમાં આવી ગઈ હતી. પતિ મહિલાની શોધખોળ કરી રહ્યો હતો. રવિવારે તે મહિલાના નિવાસસ્થાને પહોંચ્યા. તેને જોઈ ભયભીત થયેલા યુવકે પાંચમાં માળ પરથી છલાંગ લગાવી દીધી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત