Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં ફરી કોરોનાના કેસ બ્રેક વગરની ગાડી જેવા થઈ રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર 1 હજારની નજીક કેસ નોંધાયા છે. આ ઉપરાંત સોમવારે જે પાંચ જિલ્લામાં કેસ નહતા નોંધાયા તેમાંથી પણ ત્રણ જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ ગઈ છે. આમ, કોરોનાના કેસ વધતાં ફરી એકવાર પ્રજા અને તંત્રની ચિંતામાં વધારો થયો છે.
ક્યા જિલ્લામાં નથી નોંધાયો કેસ ?
બોટાદ અને ડાંગ
15 માર્ચે બનાસકાંઠા, છોટાઉદેપુર, વલસાડ, ડાંગ અને બોટાદમાં એક પણ કેસ નોંધાયો ન હતો. જો કે, 16મી માર્ચે બનાસકાંઠામાં 3, વલસાડમાં 2 અને છોડાઉદેપુરમાં 8 કેસ નોંધાયા છે.
કેસ વધ્યા, રિકવરી રેટ ઘટ્યો
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સાજા થનારા દર્દીઓની સંખ્યા કરતા નવા કેસની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 950 દર્દીઓની સામે 720 દર્દીઓ સાજા થયા છે. કોરોનાનો રિકવરી રેટ દિવસેને દિવસે ઘટી રહ્યો છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 96.65 ટકાએ પહોંચ્યો છે.
આ ઉપરાંત રાજ્યમાં વધુ બે દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. બંને દર્દીના મોત અમદાવાદમાં નોંધાયા છે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતની સ્થિતિ ખરાબ થઈ રહી છે. સુરત શહેરમાં કુલ 263 નવા કેસ નોંધાયા છે જ્યારે સુરત ગ્રામ્યમાં કુલ 29 કેસ નોંધાયા છે. આ તરફ અમદાવાદમાં પણ કોરોના તાંડવ કરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વધુ 241 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. વડોદરા શહેરમાં નવા 92 કેસ નોંધાયા છે જ્યારે રાજકોટ શહેરમાં નવા 80 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

આમ, ગુજરાતમાં ફરી કોરોના વાયરસના એક્ટીવ કેસ 5 હજાર નજીક પહોંચી ગયા છે. રાજ્યમાં હાલ કુલ 4 હજાર 966 એક્ટીવ કેસ છે. જેમાંથી 58 દર્દીઓની હાલત ગંભીર છે જ્યારે 4 હજાર 908 દર્દીઓની હાલત સ્ટેબલ છે.
રાજ્યમાં કોરોનાના કેસ વધતાં મહાનગરોમાં ટેસ્ટિંગ ડોમ બહાર ફરી લોકોની લાઈન લાગી છે. અમદાવાદમાં ફરી વિવિધ જગ્યાએ કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે. લોકો સામેથી ટેસ્ટ કરાવવા આવી રહ્યા છે.
રસીકરણ અભિયાન
બીજી તરફ રાજ્યમાં રસીકરણ અભિયાનને પણ ગતિ આપવામાં આવી છે. 16મી માર્ચે એક જ દિવસમાં રાજ્યમાં કુલ 1 લાખ 72 હજાર 313 દર્દીઓને રસી આપવામાં આવી હતી.રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22 લાખ 55 હજારથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. જ્યારે 5 લાખ 42 હજાર 981 લોકોને વેક્સિનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત