Team Chabuk Sports desk: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દર્શકો વિના રમાયેલી ટી-20 મેચ ઈંગ્લેન્ડે 8 વિકેટથી જીતી લીધી છે. 157 રનનો પીછો કરતી ઈંગ્લેન્ડની ટીમે 18.2 ઓવરમાં લક્ષ્ય મેળવી લીધું હતું. ઈંગ્લેન્ડ તરફથી વિકેટ કિપર બેટ્સમેન જોસ બટલરે શાનદાર બેટિંગ કરતાંં 52 બોલ પર 5 ચોગ્ગા 4 અને છગ્ગાની મદથી 83 રન બનાવ્યા. આ ઉપરાંત જોની બેરિસ્ટોએ 40, ડેવિડ મલાને 18 અને જેસન રોયે 9 રનનું યોગદાન આપ્યું. બટલરે શાનદાર બેટિંગ કરતાં 26 બોલ પર ફિફ્ટી પુરી કરી હતી.
5⃣0⃣ for @josbuttler! 👏
— England Cricket (@englandcricket) March 16, 2021
Off just the 2⃣6⃣ balls 💪
Scorecard: https://t.co/Ktho4y7urM
🇮🇳 #INDvENG 🏴 pic.twitter.com/yxzcyZ9OYW
ભારતીય બેટ્સમેન બાદ ભારતીય બોલર્સનો પણ ફ્લોપ શો રહ્યો હતો. ચહલ અને વોશિંગ્ટન સુંદર સિવાય અન્ય બોલર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
Second wicket for #TeamIndia, courtesy @Sundarwashi5! 👍👍
— BCCI (@BCCI) March 16, 2021
Dawid Malan departs for 18. @Paytm #INDvENG
Follow the match 👉 https://t.co/mPOjpECiha pic.twitter.com/g6FGHCCHX8
ઈંંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગનો નિર્ણય કર્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતાં ઈંગ્લેન્ડને 157 રનનું લક્ષ્ય આપ્યું હતું. ભારત તરફથી સૌથી વધુ રન કેપ્ટન કોહલીએ બનાવ્યા હતા. તેણે પોતાની ટી-20ની કારકીર્દિની 27મી ફિફ્ટી ફટકારી હતી. કોહલીએ મેચમાં 4 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી અણનમ 77 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની ફરી એકવાર ખરાબ શરૂઆત થઈ હતી. મેચની ત્રીજી ઓવરમાં જ ભારતનો સલામી બેટ્સમેન કે.એલ.રાહુલ માર્ક વૂડનો શિકાર બની ગયો હતો. આમ, શૂન્ય રને આઉટ થઈને કે.એલ.રાહુલે ફરી એકવાર ફેન્સની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. ત્યારબાદ રોહિત શર્મા અને ઈશાન કિશન પણ મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહ્યા હતા. માત્ર 24 રન પર જ ભારતની 3 મહત્વની વિકેટ પડી ગઈ હતી. રોહિત શર્માને પણ 15 રન પર માર્ક વૂડે પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ ઈશાન કિશન પણ મોટો શોટ રમવાની લાલચમાં માત્ર 4 રન પર ક્રિશ જોર્ડનને વિકેટ આપી બેઠો હતો.
2⃣7⃣th T20I fifty for @imVkohli! 👏👏#TeamIndia captain notches up his 2⃣nd successive half-century. 👌👌 @Paytm #INDvENG
— BCCI (@BCCI) March 16, 2021
Follow the match 👉 https://t.co/mPOjpEkHpC pic.twitter.com/4jS3eyTox1
ઈશાન કિશનના આઉટ થયા બાદ વિરાટ કોહલી અને ઋષભ પંતે મોરચો સંભાળ્યો હતો. જો કે, 11મી ઓવરમાં ત્રણ રન લેવા જતાં ઋષભ પંત રન આઉટ થયો હતો.
India set us 157 to win 🏏
— England Cricket (@englandcricket) March 16, 2021
Scorecard: https://t.co/NrXjjPtpRj
🇮🇳 #INDvENG 🏴 pic.twitter.com/2Q03b1XvzA
આમ, 64 રન પર ભારતે પંતના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. પંતના આઉટ થયા બાદ શ્રેયસ એય્યર પણ 9 બોલ પર 9 રન બનાવીને ડેવિડ મલાનને કેચ આપી બેઠો હતો. માર્ક વૂડે શ્રેયસ અય્યરને આઉટ કરી ત્રીજી વિકેટ લીધી હતી. પાંચ મેચની સિરીઝમાં ઈંગ્લેન્ડે 2-1થી લીડ મેળવી લીધી છે. 18 માર્ચે ચોથી ફરી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સિરીઝની ચોથી મેચ રમાશે. ભારતને સિરીઝ જીતવા માટે હવે આગામી બંને મેચ જીતવી પડશે.
પ્લેઈંગ ઈલેવન
ભારત
રોહિત શર્મા, લોકેશ રાહુલ, ઈશાન કિશન, વિરાટ કોહલી (c),ઋષભ પંત (wk), શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ
ઈંગ્લેન્ડ
જોસ બટલર(wk), જેસન રોય, ડેવિટ મલાન, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, ઈયોન મોર્ગન (c), સેમ કરન, માર્ક વૂડ, ક્રિસ જોર્ડન, જોફરા આર્ચર, આદિલ રશીદ
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા