Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં કોરોનાના વાઇરસના વળતા પાણી થઈ રહ્યા હોય તેમ દિન પ્રતિદિન દૈનિક કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. કોરોના વાઇરસનું સંક્રમણ ધીમું પડી રહ્યું છે. ગુજરાતમાં આજે કોરોનાના નવા દૈનિક કેસનો આંક 2500થી પણ નીચે નોંધાયો છે. જ્યારે 7 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં 2230 કોરોનાના નવા કેસ નોંધાયા છે. જ્યારે 7109 લોકોએ કોરોનાને હરાવ્યો છે અને 29 લોકોના કોરોનાથી મોત થયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના નવા કેસની સરખામણીએ ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધુ રહેતા રિકવરી રેટ પણ વધી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 93.98 ટકા પર પહોંચી ગયો છે.
મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 281 કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 6 લોકોના મોત થયા છે જ્યારે 2107 લોકોને સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 184 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. સુરત શહેરમાં 486 દર્દીઓને સાજા થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવાયા છે. જ્યારે 2 લોકો મોતને ભેટ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 294 નવા કોરોનાના કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં આજે 479 લોકોને ડિસ્ચાર્જ કરાયા છે અને 2 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 126 નવા કોરોનાના કેસ નોંધાયા છે. 172 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.
રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે એક્ટિવ દર્દીઓની સંખ્યા પણ 40 હજાર નીચે પહોંચી ગઈ છે. હાલ કુલ 38,703 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 544 દર્દીઓ વેન્ટીલેટર પર સારવાર લઈ રહ્યા છે જ્યારે 38,149 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઇરસના કારણે સરકારી ચોપડે 9790 મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધી રાજ્યમાં 7,57,124 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રિકવરી રેટ વધતાં હવે હોસ્પિટલમાં પણ બેડ ખાલી થઈ રહ્યા છે.
#GujaratCoronaUpdate #Gujarat માં આજે #COVID19 ના 2230 નવા કેસ, 29 દર્દીના મૃત્યુ તો 7109 દર્દીઓ સાજા થયા#Ahmedabad માં આજે 293, #Vadodara માં 433, #Surat માં 259, #Rajkot માં 184 નવા કેસ નોંધાયા
— thechabuk (@thechabuk) May 29, 2021
કુલ મૃત્યુઆંક 9790; રાજ્યમાં કુલ 7,57,124 દર્દી સાજા થયા; સક્રિય કેસ-38,703 pic.twitter.com/r8wzS04HlL
રાજ્યમાં રસીકરણમાં ઝડપથી થઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કુલ 1,97,993 લોકોને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી કૂલ 1,67,11,233 રસીના ડોઝ રાજ્યભરમાં આપવામાં આવી ચૂક્યા છે. આજની વાત કરીએ તો આજે 6169 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યારે 5906 હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 45 વર્ષથી વધુ ઉંમરના 39,548 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 32,053 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે 18-45 વર્ષના કુલ 1,16,117 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત