Team Chaubuk-Gujarat Desk: ડોક્ટરને આપણે ભગવાનું બીજું સ્વરૂપ માનીએ છીએ. આ વાતને આપણે કોરોનાકાળમાં વધુ સારી રીતે જાણી ગયા છે. તેમાં પણ જે લોકોના સ્વજનોને તબીબોએ રાતદિવસ એક કરીને કોરોના વાયરસ તેમજ મ્યૂકોરમાઈકોસિસની જાળમાંથી છોડાવ્યા છે તેઓ આજીવન ડોકટરનું રૂણ નહીં ચુકવી શકે તેવી વાતો કરી રહ્યા છે. આવા માહોલ વચ્ચે ગુજરાતના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં સાત-સાત ડોક્ટર આ તકનો લાભ ઉઠાવી રહ્યા હતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. જો કે, લોકોના જીવન સાથે રમત રમવી આ સાતેય તબીબોને ભારે પડી ગયું છે અને હવે પોતાની આ કરતૂતના પગલે તમામને જેલમાં જવાનો વારો આવી ગયો છે.
વલસાડ જિલ્લામાં બોગસ ડોક્ટરો અંગેની ફરિયાદ વધતાં વલસાડ પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં જિલ્લાના વિવિધ વિવિધ વિસ્તારોમાંથી કોઈ પણ જાતની પરવાનગી કે આધાર પુરાવા વગર પ્રેક્ટિસ કરતા સાત બોગસ તબીબો ઝડપાયા હતા.
પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે જિલ્લાના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય વિસ્તાર, ઉમરગામ તાલુકાના ભીલાડ, વાપી અને કપરાડા તાલુકાના નાનાપોંઢા વિસ્તારમાં તબીબોના ક્લીનિક પર રેડ કરી હતી. જેમાં સાત તબીબ પાસે આધાર પુરાવા ન મળતા પોલીસે આવા તમામ તબીબોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા તબીબ પાસે ન તો સર્ટિફિકેટ હતું ન તો ઈન્ડીયન મેડીકલ એસોસિએશનનું કોઈ પ્રમાણપત્ર. એટલું જ નહીં આ બોગસ તબીબો પાસે જિલ્લા આરોગ્ય વિભાગની પણ કોઈ પરવાનગી ન હતી. જેથી પોલીસ અને આરોગ્ય વિભાગે મામલાને ગંભીરતાથી લઇ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોણ કોણ ઝડપાયું ?
| અમરેન્દર નાગેશ્વર સિન્હા | ભિલાડ |
| દિબાશીશ આશુતોષ બિશ્વાસ | ડુંગરા |
| નિરંજન મોતીલાલ વિશ્વાસ | વાપી ટાઉન |
| નિહાર રંજન બિશ્વાસ | વાપી ટાઉન |
| પપ્પુ રામકિશોર પ્રજાપતિ | ગુંદલાવ, વલસાડ ગ્રામ્ય |
| રતનકુમાર નેપાલચંદ્ર ડે | નાનાપોઢા |
| ત્રિભુવનદત્ત રામબોધ તિવારી | વલસાડ |
આ તમામ તબીબો પાસેથી એલોપેથિક દવાઓ, ઓપરેશનના સાધનો, ઈંજેક્શન સહીતનો મુદ્દમાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ બોગસ તબીબો એવા વિસ્તારોમાં પ્રેક્ટિસ કરતા હતા જ્યાં શ્રમજીવી અને ગરીબ વર્ગના પરિવારો રહેતા હોય. આ છેવાડાના લોકોની મજબૂરીનો લાભ લઈ માત્રને માત્ર પૈસા કમાવાના હેતુથી બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. આવા તબીબો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત