મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે રાજકોટના બિલિયાળા ખાતેથી ‘મેન્સ્ટ્રુઅલ હાઈજીન અવેરનેસ કેમ્પ’નો શુભારંભ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત પાન હેલ્થ એન્ડ હાઈજીન પ્રા. લી.કંપની દ્વારા અંદાજે રૂ. 91 લાખના ખર્ચે સમગ્ર રાજ્યના આદિવાસી વિસ્તાર તથા સરકારી શાળાઓની 2,51,000 જેટલી દીકરીઓને સેનિટરી પેડનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવશે. આ નવા યુનિટના ઉદધાટન પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને આરોગ્ય ક્ષેત્રે ગ્લોબલ હબ બનાવવાનો નિર્ધાર કર્યો છે, ત્યારે આજે શરૂ થયેલ આ પ્લાન્ટ વડાપ્રધાનના નિર્ધારને પૂર્ણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. મુલાકાતના પ્રારંભે મુખ્યમંત્રીએ દેશના સૌથી મોટા સેનિટરી પેડ ઉત્પાદક એકમની તકતી અનાવરણ કરી મુલાકાત લીધી હતી.
ભારત વૈશ્વિક સ્તરે વિકાસયાત્રામાં અગ્રેસર છે, ત્યારે વર્તમાનની જરૂરિયાતને અનુરૂપ ઉત્પાદનોનું નિર્માણ કરવું તે પ્રશંસનીય કદમ છે તેમ જણાવી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના માર્ગદર્શનમાં છેવાડાના ગામ અને સામાન્ય માનવી સુધી આરોગ્યની સેવાઓ સરળતાથી મળે તેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. વડાપ્રધાનના નેતૃત્વમા આપણે હોલીસ્ટીક હેલ્થ કેરની પ્રણાલિને આત્મસાત કરી છે. રાજ્ય આરોગ્યલક્ષી સેવાઓના ઉત્પાદનમાં પણ અગ્રેસર છે. સેનિટરી પેડ આરોગ્ય જાળવણીની દ્રષ્ટિએ આજના યુગની જરૂરિયાત છે ત્યારે આ પ્લાન્ટ તેમના આરોગ્યલક્ષી ઉત્પાદનોથી વડાપ્રધાનના હેલ્થ અને વેલનેસમાં ભારતને અગ્રેસરતા તરફ લઈ જવાનો સંકલ્પ પૂરો કરશે.
વડાપ્રધાને મેક ઇન ઈન્ડિયા સાથે આત્મનિર્ભર ભારત નિર્માણની દિશા આપણને આપી છે, આજે ભારતમાં આટલું વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતા ધરાવતો પ્લાન્ટ અહીં સૌરાષ્ટ્રમાં સ્થાપિત થાય છે તે આ દિશામાં વધુ એક નકકર કદમ છે. રોજ એક કરોડથી વધુ ડાયપર અને હાઈજીન પ્રોડક્ટનું ઉત્પાદન કરવાની ક્ષમતા સાથે આ પ્લાન્ટ રોજગારી સર્જન અને નિકાસ એકમ બનવાના લક્ષ્ય સાથે કામ કરી રહ્યો છે. મેન્યુફેક્ચરિંગ ઇકો સિસ્ટમની દ્રઢતાનું ઉત્તમ ઉદાહરણ તે પૂરું પાડે છે. લગભગ 2200 થી વધારે લોકોને રોજગારી સહિત 50%થી વધારે મહિલાઓને રોજગારી આપીને આ યુનિટે મહિલા સશક્તિકરણનું પણ ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. પાન હેલ્થ કેર ગ્રુપે ટીમ વર્ક, ગુણવત્તાયુક્ત ઉત્પાદન, સ્વચ્છતા અભિયાન, સંસ્કૃતિનો સમન્વય અને માન મર્યાદા જેવા પંચકર્મોથી પોતાની ધરોહરને મજબૂત બનાવી છે.

ગુજરાતમાં હેલ્થ અને હાઈજીન ક્ષેત્રે ભારતનું સૌથી મોટા યુનિટ શરૂ કરવા બદલ સાંસદ પરષોત્તમ રૂપાલાએ શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, આ યુનિટ નવી ટેકનોલોજીના ઉપયોગ થકી મેઈક ઈન ઈન્ડીયા અને મેઈક ફોર ગ્લોબલના વડાપ્રધાનના ધ્યેયને સાર્થક કરવા આગળ વધશે. ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન છે. હાલમાં સમગ્ર વિશ્વમાં ભારત હેલ્થ અને હાઈજીન ક્ષેત્રે ૨%ના યોગદાનથી લઇને આજે 12% યોગદાને પહોંચ્યું છે. સાંસદે ભવિષ્યમાં યુવાનો વિવિધ ક્ષેત્રમાં આગળ આવે અને મહત્તમ પ્રગતિ કરીને વિશ્વમાં ગુજરાતનું નામ રોશન કરે તેવી અભ્યર્થના વ્યકત કરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત