Team Chabuk-Gujarat Desk: સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે દર્શન કરીને પાછા પરત ફરતી વખતે ક્રેટા કારને અકસ્માત નડ્યો છે. કાર રોડ પરથી ગટરમાં ઉતરી જતાં પરિવારના ત્રણ લોકોના મોત થયા છે અને બે લોકોને ઈજા પહોંચી છે.
મળતી માહિતી પ્રમાણે, સાણંદ તાલુકાના વિરોચનનગર ગામે મેલડી માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે ક્રેટા કાર ગટરમાં ખાબકી હતી. ડ્રાઈવરે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા કાર ગટરમાં ખાબકી હતી. જેમાં દેસાઈ પરિવારના ત્રણ વ્યક્તિઓના મોત થયા છે અને બે લોકોનો બચાવ થયો છે. મૃતકોના નામ કનુભાઈ કનુભાઈ રૂગનાથભાઈ દેસાઈ, વિશાલકુમાર ગણેશભાઈ દેસાઈ, દર્શનકુમાર અરજણભાઈ દેસાઈ હોવાનું જાણવા મળ્યું છે. તમામ મૃતકો ગાંધીનગરના ઝુંડાલ ગામના રબારી વાસના હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનાની જાણ વિરોચનનગરમાં થતા તાત્કાલિક 108 ને જાણ કરાઈ હતી. જેથી 108 ઘટના સ્થળે આવી પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાણંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની વધુ તપાસ સાણંદ જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશને હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત