Homeગુર્જર નગરીઅમદાવાદ શહેર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના ભરડામાં, સિવિલમાં આટલા દર્દીઓ સારવાર હેઠળ

અમદાવાદ શહેર મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના ભરડામાં, સિવિલમાં આટલા દર્દીઓ સારવાર હેઠળ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઈટિસના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. બેવડી ઋતુના કારણે રોગચાળા વકરી રહ્યો છે. રોગચાળાને ડામવા માટે AMCએ કરોડો રૂપિયાની દવાનો છંટકાવ કર્યો છે. પરંતુ નક્કર પરિણામ મળ્યા નથી. શિયાળાની શરૂઆત બાદ પણ હજુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હીપેટાઈટીસના દર્દીઓ સામે આવી રહ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવેમ્બરમાં નોંધાયેલા કેસ (17 નવેમ્બર સુધી)

ડેન્ગ્યુ127
ચિકનગુનિયા97
મેલેરિયા15

અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને લઈને અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં હજુ પણ મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળો યથાવત રહ્યો છે. ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયા, હિપેટાઇટિસના દર્દીઓ સતત સિવિલ હોસ્પિટલની OPDમાં સારવાર માટે પહોંચી રહ્યા છે.

સિવિલમાં ત્રણ મહિનામાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ

નવેમ્બર127
ઓક્ટોબર327
સપ્ટેમ્બર296

તેમણે ઉમેર્યું હતું કે, અમદાવાદ સિવિલમાં ચિકનગુનિયાના 97 કેસ નવેમ્બર મહિનાના 17 દિવસમાં નોંધાયા હતા, જ્યારે સપ્ટેમ્બરમાં 108, ઓક્ટોબર 168 કેસ હતા. મેલેરિયાના સપ્ટેમ્બરમાં 58, ઓક્ટોબરમાં 36 કેસો નોંધાયા હતા, જ્યારે નવેમ્બર મહિનાના 17 દિવસમાં મેલેરિયાના 15 દર્દીઓએ સારવાર લીધી છે. હિપેટાઇટિસના કેસોમાં નવેમ્બર મહિનામાં 17 દિવસમાં 80 દર્દીઓ નોંધાયા છે, જ્યારે સપ્ટેમ્બરમાં 212, ઓક્ટોબરમાં 217 કેસ નોંધાયા હતા.

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં વરસાદી સિઝન પૂર્ણ ગઈ હોવા છતાં મચ્છરજન્ય કે પાણીજન્ય રોગ પર નિયંત્રણ મેળવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. AMCએ કરોડો રૂપિયાની દવાનો છંટકાવ કર્યો પરંતુ પરિણામ શૂન્ય મળી રહ્યું છે, શિયાળો શરૂ થઈ જવા છતાંય હજુ ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા, હીપેટાઈટીસના દર્દીઓનો ભરાવો યથાવત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ ઘટ્યા બાદ નોન કોવિડ OPDમાં સતત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓની લાંબી લાઈનો યથાવત છે. સિવિલ હોસ્પિટલની નોન કોવિડ OPDમાં 3500 લોકો સારવાર લઈ રહ્યા છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments