Homeગુર્જર નગરીભાવનગરઃ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પાંચ વર્ષના પુત્રને લઈને દડવા દર્શનાર્થે...

ભાવનગરઃ ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતાં પાંચ વર્ષના પુત્રને લઈને દડવા દર્શનાર્થે જઈ રહેલા પતિ-પત્નીનું મોત

Team Chabuk-Gujarat Desk: ભાવનગર-વલ્લભીપુર હાઈવે પર ટ્રક ચાલકે અડફેટે લેતાં બાઈક પર જઈ રહેલા પતિ-પત્નીનું મોત નિપજ્યું છે. મૃતક દંપતી સિહોર તાલુકાના જાંબાળા ગામનો વતની છે અને તેઓ દડવા ગામે માતાજીના દર્શનાર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓના બાઈકને ટ્રક ચાલકે અડફેટે લીધું હતું. જેમાં પતિ-પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે તેમની સાથે રહેલા બાળકને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયું છે.

મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના જાંબાળા ગામે રહેતા ભદ્રેશ સુરેશભાઈ ફમાણી તેમની પત્ની પાયલબેન અને પાંચ વર્ષીય પુત્રને લઈને પોતાના બાઈક પર ઉમરાળા તાલુકાના દડવા ગામે આવેલા રાંદલ માતાજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યાં હતાં. આ વખતે ભાવનગર-વલ્લભીપુર રોડ પર ચમારડી ગામથી આગળ પેટ્રોલપંપ પાસે એક ટ્રક ચાલકે બાઈક સવાર દંપતી અને તેમનાં બાળકને અડફેટે લેતાં અકસ્માત થયો હતો.

shreeji dhosa

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. જયારે બાળકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર છોડી ફરાર થઈ ગયો છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. રોડ પર આસપાસના લોકો પણ દોડી આનવ્યા હતા. આ મામલે પોલીસે ઘટના સ્થળે પહેંચીને વધુ તપાસ હાથ ધરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments