Homeદે ઘુમા કેIPLમાં કોરોનાની એન્ટ્રીઃ બે સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દિલ્હી કેપિટલ્સની આખી ટીમ...

IPLમાં કોરોનાની એન્ટ્રીઃ બે સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવતાં દિલ્હી કેપિટલ્સની આખી ટીમ ક્વોરેન્ટીન

Team Chabuk-Sports Desk: ક્રિકેટ રસીકો માટે માઠા સમાચાર આવ્યા છે. આઈપીએલ-2022માં કોરોનાની એન્ટ્રી થઈ છે. દિલ્હી કેપિટલ્સની ટીમના બે સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના કારણે તમામ આઈપીએલની ટીમમાં ખળભળાટ મચી ગયો છે. રિષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સના ફિઝિયો અને એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. જેના કારણે આખી દિલ્હી કેપિટલ્સની ટીમને ક્વોરેન્ટીન કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, પોઈન્ટ ટેબલમાં IPL 2022માં દિલ્હીની ટીમ 5માંથી 2 જ મેચ જીતી છે.

આઈપીએલમાં રિષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સમાં કોરોનાનો બીજો કેસ સામે આવ્યો છે. 3 દિવસ અગાઉ દિલ્લી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક કોરોના સંક્રમિત થતાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર પછી ટીમે બેંગ્લોર સામે મેચ પણ રમી પરંતુ આજે મીડિયા રિપોર્ટ્સના આધારે અન્ય એક ખેલાડી પણ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે આઈપીએલ કાઉન્સીલના આદેશાનુસાર હવે દિલ્હી કેપિટલ્સ ટીમના તમામ સભ્યોને હોટલમાં ક્વોરેન્ટીન કરવામાં આવ્યા છે. 

ફિઝિયો સહિત ટીમના બે સભ્યો કોરોનાથી સંક્રમિત થતાં અન્ય ખેલાડી અને આયોજકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. દિલ્હી કેપિટલ્સના બધા જ ખેલાડીઓને બે દિવસ સુધી હોટલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. એટલું જ નહીં આ બે દિવસ દરમિયાન દિલ્હી કેપિટલ્સ ટીમના બધા સભ્યો, ખેલાડી અને સપોર્ટ સ્ટાફ સહિત સૌ કોઈનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોનાનો રિપોર્ટ આવ્યા પછી જ આગળ આ ટીમની સફર અંગે નિર્ણય લેવાઈ શકે છે. આ કારણે 20 એપ્રિલે દિલ્હી અને પંજાબ વચ્ચેની મેચ પણ સ્થગિત થઈ શકે છે. દિલ્હીના જે ખેલાડીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવશે તે પુણે જશે અને જો કોરોના કેસ વધશે તો મેચ મોકૂફ રાખવામાં આવશે.

shreeji dhosa

મહત્વનું છે કે, દિલ્હી કેપિટલ્સની ટીમ આજે મુંબઈથી પુણે જવા રવાના થવાની હતી, 20 એપ્રિલે પંજાબ સામે મેચ રમવાની છે. પરંતુ કોરોનાનો બીજો કેસ સામે આવતાં તમામ ખેલાડીઓને ક્વોરેન્ટીન કરી દેવામાં આવ્યા છે. 20 એપ્રિલના રોજ પંજાબ સામે દિલ્હીની આગામી મેચ પુણે ખાતે રમાનાર છે. ક્રિકબઝના રિપોર્ટ મુજબ ખેલાડીનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રેપિડ એન્ટિજેન ટેસ્ટમાં દિલ્હીના એક ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ ખેલાડીનો RTPCR ટેસ્ટ કરવામાં આવશે. ત્યારબાદ જ કોરોના કેસની પુષ્ટિ થશે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડરનો રિપોર્ટ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી કેપિટલ્સ સ્ટાફના અન્ય એક સભ્યમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે, પરંતુ RTPCR ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments