Team Chabuk-Gujatat Desk: જૂનાગઢમાં હાલ એક 7 વર્ષની દીકરી ચર્ચામાં આવી છે. આ દીકરીનું શરીર રબર જેવું શરીર તેની ઓળખ બની ગઈ છે. દીકરી યોગના અઘરામાં અઘરા સ્ટેપ્સ આસાનીથી કરી લે છે જેને લઈને સૌ આશ્ચર્યમાં મુકાયા છે.

જૂનાગઢમાં ચાલતા યોગ ક્લાસમાં 7 વર્ષની દિકરીએ રજૂ કરેલા યોગ, પ્રાણાયામના આસનથી યોગમાં આવનાર લોકો આશ્ચર્ય ચકિત બન્યા છે. જૂનાગઢ જિલ્લા યોગ કોચ અને યોગાચાર્ય પ્રતાપચંદ્ર થાનકીએ કહ્યું કે, હાલ સૂરજ ફન વર્લ્ડ ખાતે 1 એપ્રિલથી તમામ લોકો માટે નિ:શુલ્ક યોગ કલાસ ચલાવાઇ રહ્યા છે. જેમાં મોટી સંખ્યામાં લોકો આવી યોગ, પ્રણાયામ અને વિવિધ આસનો કરી તંદુરસ્તી મેળવી રહ્યા છે.
જોકે, આ બધામાં જોષીપરાથી પોતાના પિતા સાથે આવતી આવતી 7 વર્ષની દિકરી કાવ્યા ઠાકરના યોગ જોઇ લોકો આશ્ચર્ય ચકિત બની રહ્યા છે. પૂર્વ જન્મના સંસ્કાર હોય તેમ તે યોગમગ્ન બની આસનો કરે છે. તેમના પિતા રમેશભાઇએ જણાવ્યું હતું કે, તે સવારે 5 વાગ્યે ઉઠી જાય છે. 6 વાગ્યે યોગ ક્લાસ ચાલુ થાય છે, કાવ્યા 5:45 વાગ્યે અચૂક આવી જાય છે.

દોઢ કલાકના યોગ દરમિયાન સંપૂર્ણ મૌન રહે છે. ત્યારે આ નાનકડી દિકરીનો યોગ પ્રત્યેનો લગાવ જોઇ યોગમાં આવનાર 50થી વધુ લોકોએ તેનો ઉત્સાહ વધારવા તેને રમકડા, ડ્રેસ, હાર, નેટ સહિતની અનેક વસ્તુની ભેંટ આપી છે.
યોગ કોચે કહ્યું કે, જે બાળકો નાનપણથી કસરત, યોગ કરે તે જીવે ત્યાં સુધી તંદુરસ્ત રહે છે. કાવ્યા નામની બાળકીની યોગ પ્રત્યેની ધગશ અને ગંભીરતાને જોતા તેને એવી ટ્રેનીંગ આપીશ કે તે દેશ તેમજ વિદેશમાં પણ જઇ લોકોને યોગ શિખવી શકે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત