Homeગુર્જર નગરીAhmedabad: મહિલાએ પોલીસ સ્ટેશન માથે લીધુ, PSIને બચકું ભર્યું, જાણો સમગ્ર...

Ahmedabad: મહિલાએ પોલીસ સ્ટેશન માથે લીધુ, PSIને બચકું ભર્યું, જાણો સમગ્ર ઘટના

Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં એક ચોંકવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં મહિલાએ કીધા મુજબની ફરિયાદ ન નોંધતા પોલીસ સ્ટેશનની બહાર મહિલાઓએ હોબાળો કરતા માહોલ ગરમાયો હતો. મહિલાઓ દ્વારા ફેસબુક પર લાઈવ કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના રામોલ વિસ્તારમાં રહેતા હેડ કોન્સ્ટેબલ હિતેશકુમાર છેલ્લા 12 વર્ષથી ફરજ બજાવે છે. જો કે, હાલ તેઓ છેલ્લા ત્રણ વર્ષથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જો કે, ગતરોજ તેઓ પોલીસ સ્ટેશનના ઇન્વે સ્ક્વોડમાં હાજર હતા. તે વેળા એક અરજદાર ફરિયાદ કરવા માટે આવ્યા હતા. તેમની હકીકત સાંભળતા હતા તે દરમિયાન થોડા દિવસ પહેલા ફરિયાદ લખાવી ગયેલી મહિલા અને બીજી બે સ્ત્રીઓ આવી હતી અને પોલીસને કહેવા લાગી હતી કે, તમે અમારી કહ્યા મુજબની ફરિયાદ લખેલ છે કે નહીં તે જોવા માટે અમે આવ્યા છીએ. જેથી તમે મને ફરિયાદની કોપી આપો. જેથી હિતેશ કુમારે પી.એસ.ઓ રૂમમાં જઈને ફરિયાદની કોપી મેળવી લેવા જણાવ્યું હતું. જેથી મહિલા ફરિયાદ રુમમાં પોતાની ફરિયાદની કોપી લેવા માટે ગઈ હતી. કોપી લીધા બાદ મહિલા હેડ કોન્સેટબલ પાસે ગુસ્સામાં આવી હતી અને કહ્યું કે મે તમને જે કહ્યું હતુ મુજબ તમે ફરિયાદ દાખલ કરી નથી કહીને કોન્સેટેબલ સાથે બોલાચાલી કરી હતી.

મહિલા દ્વારા બબાલ કરી ફેસબુકમાં લાઈવ કરી પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હતી. મહિલા પોલીસ કર્મચારીના કામમાં રુકાવટ કરી હતી. હેડ કોન્સ્ટેબલે મહિલા પોલીસને બોલાવી હતી. ત્યાર બાદ મહિલાઓને શાંત રહેવા માટે સમજાવવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં વીડિયો ઉતારી શકો નહીં તેમ કહ્યું હતુ અને ફોન રાખી દેવા માટેની સલાહ આપી હતી. જેથી મહિલાઓ ઉશકેરાઈ ગઈ હતી અને અને મારો મોબાઇલ ફોન કેવી રીતે માંગી શકો. હું નહીં આપુ. તમારાથી થાય તે કરી લો. તેમ કહી ઝપાઝપી કરવા લાગી હતી.

રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ કર્મચારીના યુનિફોર્મનો સોલ્ડરનો બેજ ખેંચી તોડી નાખ્યો હતો અને મહિલા પીએસઆઇને બચકા ભરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. સમગ્ર બાબતને લઈને હેડ કોન્સ્ટેબલે નરોડા પોલીસ સ્ટેશનમાં નીલમબેન બોકડે, રેખાબેન રાયકવાડ, કુસુમલતા ચોરસીયા નામની ત્રણ મહિલાઓ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments