Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરમાં ફરી એકવાર હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવતા ભારે ચકચાર જોવા મળી રહી છે. નરોડામાં કપડાં ધોવા માટે ગયેલી મહિલાની ગાળાના ભાગે દુપટ્ટો બાંધેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવને લઈ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની મળતી માહિતી પ્રમાણે, નરોડામાં રહેતા રામાભાઇ ડામોરએ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, 30મી સપ્ટેમ્બરના દિવસે તેમની બહેન બનેવી અને પોતે ઘરે હાજર હતા અને રાત્રિના 8:30 વાગ્યાની આસપાસ તેમના બનેવી શાકભાજી લેવા માટે નાના ચિલોડા ચાર રસ્તા ખાતે ગયા હતા. જ્યારે તેમના બહેન સ્નાન અને કપડાં ધોવા માટે તેમની ઓરડીની સામે ગયા હતા. પોતે તેમની કંપનીમાં બોઇલરમાં લાકડા નાખવા માટે ગયા હતા. વીસેક મિનિટ બાદ પોતે જ્યારે પરત આવ્યા ત્યારે તેમના બહેન ઓરડી કે આસપાસના વિસ્તારમાં ક્યાંય જોવા મળ્યા ન હતા. જેથી તેમણે સિક્યુરિટી ગાર્ડને આ બાબતે પૂછ્યું હતું, પરંતુ તેણે કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું.
ત્યાર બાદ પરિવારજનોએ મહિલાની શોધખોળ હાથ ધરતા તેઓની લાશ મળી આવી હતી. આ અંગે તેઓએ તાત્કાલિક મહિલાને હોસ્પિટલ લઈ ગયા હતા જયા હજાર તબીબીએ તેમને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત