Homeગુર્જર નગરીગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Team Chabuk-Gujarat Desk: અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ ભાગોના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આગામી 12 થી 14 જૂન સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે વાવાઝોડું ટકરાવાની શક્યતા છે. આ વાવાઝોડાને બાંગ્લાદેશે ‘બિપોરજૉય’ નામ આપ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 જૂને અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા તે વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેની શરૂઆતની દિશા મુંબઈ અને રત્નાગિરી હોવાની શક્યતા છે. અત્યારની સ્થિતિ જોતા આ વાવાઝોડું 12 જૂનની આસપાસ ગુજરાતના દરિયા કિનારાની નજીક હોઈ શકે છે. જે 12 થી 14 જૂન દરમિયાન પોરબંદર અને નલિયાના કાંઠે ટકરાઈ શકે છે. આ વાવાઝોડાની અસરના પગલે 13 જૂને સૌરાષ્ટ્રમાં તોફાની પવન સાથે વરસાદની શક્યતા છે.

doctor plus

વાવાઝોડાની દિશા ફંટાય તો તે પાકિસ્તાનના કરાંચી તરફ જઈ શકે છે. આ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કાંઠે 50 થી 100 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન દરિયો તોફાની બનવાની શક્યતાને પગલે જખૌ, માંડવી, મુન્દ્રા, ઓખા, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગરના માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપવામાં આવી છે.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments