Team Chabuk-Gujarat Desk: અરબ સાગરમાં સર્જાયેલું ‘શક્તિ’ વાવાઝોડું નબળુ પડતા ગુજરાત પરથી જોખમ ટળી ગયું છે. મંગળવાર સુધીમાં વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે . જેને લઇ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના દરિયાકાંઠામાં ‘શક્તિ’ વાવાઝોડુંની અસર જોવા મળી છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ 7 દિવસ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 2 દિવસ એટલે કે 8 ઓક્ટોબર સુધી ગુજરાતભરના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

જ્યારે 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા અને છોટા ઉદેપુર સહિત 16થી વધુ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં આજે સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 12 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે. જેમાં અમદાવાદના સાણંદમાં 12 મિ.મી., કચ્છના નખત્રાણામાં 7 મિ.મી., થરાદમાં 6 મિ.મી. વરસાદ થયો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત