Team Chabuk-Gujarat Desk: રાજ્ય સરકારે દિવાળી પહેલા વર્ગ-4ના કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળી પહેલા વર્ગ- 4 કર્મચારીઓને ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તે હેતુથી રૂપિયા 7 હજારની મહત્તમ મર્યાદામાં એડહોક બોનસ ચૂકવવાની જાહેરાત કરી છે.
આ બોનસનો લાભ રાજ્યભરના અંદાજે 16,921 વર્ગ-4ના કર્મચારીઓને મળશે. આ ઉપરાંત, રાજ્ય મંત્રીમંડળના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડકના મહેકમ પરના કર્મચારીઓ પણ આમાં સમાવિષ્ટ છે. પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ અને કોલેજો તેમજ જે બોર્ડ-કોર્પોરેશન દ્વારા બોનસ ચૂકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને પણ આ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણયના અમલીકરણ માટે રાજ્ય સરકારના નાણા વિભાગને જરૂરી આદેશો અને દિશાનિર્દેશો આપ્યા છે. આ બોનસ ચુકવણીથી વર્ગ-4ના કર્મચારીઓમાં તહેવારોની ઉજવણી માટે વધારાનો ઉત્સાહ જોવા મળશે તેમ મનાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત