Team Chabuk-Gujarat Desk: દાહોદના નસીપુરમાં એક યુવકે વીજ વાયરને પકડીને આત્મહત્યા કરી લીધી. નસીપુરમાં સ્મશાન રોડથી ઇન્દોર હાઇવે તરફ જવાના રસ્તે એક યુવકે દોટ મૂકી હતી અને નજીકમાં એમ.જી.વી.સી.એલની ડીપીમાં લાગેલા વાયરને પકડી લીધા હતા. આ દરમિયાન જોરદાર કરંટ લાગતા તેનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. પ્રાથમિક તપાસમાં યુવક મૂળ મધ્યપ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ થતા દાહોદ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પીએમ અર્થે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખસેડ્યો હતો.
મળતી માહિતી મુજબ મધ્ય પ્રદેશના ધાર જીલ્લાના આંબેડી ગામનો 28 વર્ષીય સુરજ મેડા નામનો યુવક દાહોદમાં રહેતો હતો. સવારે દાહોદના નસીરપુર ગામે ઈન્દોર હાઇવે તરફ જવાના રસ્તે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે ભીના કપડે દોડતો આવ્યો હતો અને વીજ કંપનીના લાગેલા ડીપીનો દરવાજો ખોલી વીજ વાયરને પકડી લીધા હતા. હાઈવોલ્ટેજના કારણે સુરજ મેડાને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા સ્થાનિકોના ટોળેટોળળા ઉમટ્યા હતા અને દાહોદ પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. મૃતક યુવકની તપાસ કરતા તેની પાસેથી આધારકાર્ડ તેમજ ભુજ-દાહોદની ટિકિટ મળી હતી. હાલ આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત