Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધધધ 4304 જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી કરવામાં આવશે. આ ભરતીના ફોર્મ આજે 4 જાન્યુઆરીથી ભરી શકાશે અને 31 જાન્યુઆરી સુધી ભરી શકાશે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારી ભરતી માટેની પરીક્ષા ફીમાં તોંતિંગ વધારો કરવામાં આવ્યો હતો. સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉમેદવારોની ફીમાં 4 ગણો વધારો કરવામાં આવ્યો છે, અત્યાર સુધીમાં પરીક્ષા માટે જનરલ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન ફી 100 રૂપિયાની હતી તેને વધારીને હવે 500 રૂપિયા કરવામાં આવી છે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટેની ફીમાં પણ 400 રૂપિયા કરવામાં આવી છે. જો કે પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળશે.

ભરતી પ્રક્રિયામાં વારંવાર થતી ગેરરીતિ અટકાવવા માટે તાજેતરમાં જ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ પરીક્ષાની ફીમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ નિર્ણયથી સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોને હવે ફોર્મ ભરવા માટે વધુ ફી ચૂકવવી પડશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત