Homeગુર્જર નગરીદાહોદ: ત્રણ દિવસ કિશોરી પર દુષ્કર્મ આચરી યુવકે મિત્રને સોંપી દીધી, મિત્રએ...

દાહોદ: ત્રણ દિવસ કિશોરી પર દુષ્કર્મ આચરી યુવકે મિત્રને સોંપી દીધી, મિત્રએ તો ન કરવાનું કર્યું

Team Chabuk-Gujarat Desk: ધાનપુર તાલુકાના પીપોદરા ગામે હવસનો ખેલ ખેલાયો. જ્યાં એક યુવક પરિવારની જ ત્રણ સ્ત્રીઓની મદદથી કિશોરીને ઉઠાવી લાવ્યો હતો અને ગોંધી રાખી હતી. અહીં તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ બાદ કિશોરીને તેના મિત્રને સોંપી દેવામાં આવી હતી. આ મિત્રએ તો ન કરવાનું કર્યું. તેણે કિશોરીને પત્ની તરીકે બળજબરીપૂર્વક ચાર મહિના સુધી ગોંધી રાખી. તેને મૂઢ માર માર્યો અને મારી નાખવાની ધમકી સુદ્ધાં ઉચ્ચારી. આખરે ભાગવામાં સફળ થયેલી આ કિશોરીએ પાંચ લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાની સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે મહિલાઓએ પણ ઘટનામાં મુખ્ય ભાગ ભજવ્યો છે. ત્રણ મહિલાઓએ થઈને એક કિશોરીની જિંદગીને પીંખી નાખી હતી.

દાહોદમાં તો જાણે કોઈ ફિલ્મી દૃશ્ય ચાલતા હોય એ રીતે એક કિશોરીની જિંદગી સાથે રમવામાં આવ્યું. આ સમગ્ર ઘટના બની છે દાહોદના ધાનપુર તાલુકાના પીપોદરા ગામમાં. દસ મે 2021ના રોજ રાતના બારેક વાગ્યના સમયે આ ઘટનાએ આકાર લીધો હતો. રાતના સમયે અરવિંદ, તેની પત્ની અલ્પા, માતા સુરજ અને ભાભી કલા એક 16 વર્ષની તરુણીના ઘરે ગયા હતા. ઘરમાં ઘુસી તેમણે ભાઈ-બહેનને ધમકી આપી હતી અને મોઢામાં ઓઢણી ઓઢાળી તરુણીનું અપહરણ કરી લીધું હતું. જ્યાં અરવિંદે તેને ગોંધી રાખી હતી અને ત્રણ દિવસ સુધી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

અહીંથી અરવિંદે તરુણીને પોતાના મિત્ર રાજેશને સોંપી દીધી હતી. રાજેશ તેને બળજબરીપૂર્વક પત્ની બનાવીને રાખવા માગતો હોય પ્રથમ તેના મામાના ઘરે અસાયડી અને બાદમાં પીપલોદ ગામે એમ ચાર મહિના સુધી ગોંધી રાખી હતી. અહીં પણ હવસનો ખેલ ખેલાયો હતો. તેના પર અવાર નવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આખરે જ્યારે તરુણીને તક મળી ત્યારે તે રાજેશની ચૂંગાલમાંથી ભાગી છૂટી હતી અને પોલીસ પાસે જઈ આપવીતી સામે રાખી દીધી હતી. પોલીસે હાલ આરોપીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments