Homeગુર્જર નગરીગીર સોમનાથઃ ઊનામાં ગણેશ વિસર્જન દરમિયાન મછુન્દ્રીમાં યુવાન ડૂબ્યો, સાત મહિનાની દીકરી...

ગીર સોમનાથઃ ઊનામાં ગણેશ વિસર્જન દરમિયાન મછુન્દ્રીમાં યુવાન ડૂબ્યો, સાત મહિનાની દીકરી સહિત ત્રણ સંતાનોએ ગુમાવી પિતાની છત્રછાયા

Team Chabuk-Gujarat desk: ગીર સોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ખાપટ ગામે એક યુવકનું ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં તણાતા મૃત્યુ થયું છે. મળતી વિગતો મુજબ રવિવારે સમગ્ર ઊનામાં ગણેશોત્સવની પૂર્ણાહૂતિ થઈ હતી. જેમાં ખાપટ ગામે પણ બપ્પાના આશીર્વાદ મેળવવા અને તેમને વિદાય આપવા માટે મોટી સંખ્યામાં એકઠાં થયા હતા. ખાપટ ગામ નજીક આવેલા દ્રોણેશ્વરમાંથી વહેતી મછુન્દ્રી નદીમાં બપ્પાનું વિસર્જન કરવાનું હતું. જો કે, આ દરમિયાન જ એક દુર્ઘટના સર્જાઈ જેને લઈને ઉત્સવનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો.

ઊનાનાં ખાપટ ગામે જ રહેતા 35 વર્ષીય યુવાન જેન્તીભાઈ મોહનભાઈ મજેઠિયા દ્રોણેશ્વર મચ્છુન્દ્રી નદીમાં ગણેશ વિસર્જન સમયે અચાનક નદીનાં ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા. પાણીનો અંદાજો ન લગાવી શકતાં તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. હાજર રહેલા લોકોએ તેમને બચાવવાની કોશિશ કરી જો કે તેમને બચાવી શકાયા ન હતા. જેન્તી ભાઈ સાથે ગામના જ અન્ય 20 વર્ષીય કિરણ ચુડાસમાં અને 18 વર્ષીય રોહિત મકવાણઆ પણ ડૂબ્યા હતા જો કે, સદનસીબે તેનો જીવ બચી ગયો હતો.

જેન્તીભાઈનું મૃત્યુ થતાં તેમના પરિવાર પર આભ ફાટ્યું છે. જેન્તીભાઈની 7 મહિનાની પુત્રી સહિત ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.  જેન્તીભાઈને ત્રણ સંતાનોમાં બે પુત્રી અને એક પુત્ર છે.  પુત્ર માનવ 9 વર્ષનો છે જ્યારે દીકરી અવની 9 વર્ષની અને બીજી દીકરી પ્રિન્સી 7 મહિનાની છે.

મૃતક જેન્તીભાઈ મજેઠિયા

અમદાવાદમાં પણ સાબરમતીમાં ગણેશ વિસર્જન દરમિયાન એક યુવકનું મૃત્યુ થયું.  રવિવારે ગણેશ વિસર્જનના અંતિમ દિવસે કોતરપુર નંદીગ્રામ પાસે સાબરમતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન 31 વર્ષીય યુવક ડૂબ્યો હતો. જોત જોતામાં જ તે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સાબરમતી નદીમાં મુર્તિઓનું વિસર્જન ન કરવાની સુચના હોવા છતાંય પૂર્વના પટ્ટામાં કોતરપુર નંદીગ્રામ પાસે મહાદેવના મંદિર પાસેથી પસાર થતી સાબરમતી નદીમાં લોકો ગણેશ મુર્તિઓનું વિસર્જન કરવા દોડી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, તંત્રએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે શહેરમાં કુલ 44 જેટલા કૂંડ બનાવ્યા હતા. જેમાં હજારો લોકોએ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું.

આ ઉપરાંત જૂનાગઢના વંથલીમાં પણ એક યુવક ડૂબ્યો હોવાના અહેવાલ છે. 25 વર્ષીય વિશાલ ઓઝત વિયર ડેમમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે ડુબ્યો હતો. બનાવની જાણ થતાં જ NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments