Homeગુર્જર નગરીઝાયડસે બનાવેલી કોરોનાની દવા 'વિરાફીન'ના ઉપયોગને મંજૂરી, જાણો કોને આપી શકાશે દવા

ઝાયડસે બનાવેલી કોરોનાની દવા ‘વિરાફીન’ના ઉપયોગને મંજૂરી, જાણો કોને આપી શકાશે દવા

Team Chabuk-Gujarat Desk: વિશ્વ આખુ કોરોના વાયરસ સામે લાચાર બન્યું છે તેવામાં આશાનું એક કિરણ બંધાયું છે. અમદાવાદની ઝાડયસકેડિલા કંપનીને વધુ એક સફળતા મળી છે. ઝાડયસે કોરોનાની સારવાર માટે બનાવેલી દવા વિરાફીનને ડ્રગ્સ એન્ડ કંન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. ઝાયડસનો દાવો છે કે, કોરોનાની સારવાર માટે વિરાફીન 91 ટકા સફળ પુરવાર થઈ છે.

ઝાયડસનો દાવો છે કે, વિરાફીનના ઉપયોગ બાદ 7 દિવસમાં 91.15 ટકા દર્દીઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. આ ઈન્ટીવાયરલ ડ્રગના ઉપયોગથી કોરોના દર્દીઓને રાહત મળે છે. દર્દીઓને કોરોના સામે લડવામાં વિરાફીનથી વધુ શક્તિ મળશે. હાલ આ દવા માત્ર ડૉક્ટર્સની સલાહ મુજબ જ દર્દીને આપી શકાશે.

ઝાયડસે વિરાફીન દવાનું ભારતના લગભગ 25 સેન્ટર પર ટ્રાયલ કર્યું હતું. ટ્રાયલ દરમિયાન ખુબ જ સારા પરિણામ મળ્યા હોવાનો ઝાયડસનો દાવો છે.

આ દવા અંગે કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેકટર ડો. સર્વિલ પટેલે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામેની લડતમાં હાલના સમયમાં યોગ્ય સમયે દવા આવી છે, અમે જે દવા ઓફર કરી રહ્યા છીએ તે શરૂઆતના સ્ટેજમાં જ અપાય તો તે વાયરલ લોડ નોંધપાત્ર રીતે ઘટાડે છે. અને રોગ સામે લડવામાં મદદ કરે છે. આ દવા એટલેકે ઇન્જેકશન ડોકટરની સલાહથી દર્દીને અપાશે, જે હોસ્પિટલને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દેશમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા બે દિવસમાં દેશમાં એક દિવસમાં 6 લાખ કેસ નોધાઈ ચુક્યા છે. વધી રહેલાં સંક્રમણમાં જો ઝાયડસની દવા દર્દીઓ પર અસરકારક સાબિત થાય તો વિશ્વમાં ભારતની આ અનોખી સિદ્ધી સાબિત થશે.

કોરોના સંક્રમણ સામે લડવા માટે સરકાર પૂરેપૂરું જોર લગાવી રહી છે. સરકારે વેક્સિનેશન અભિયાન તેજ બનાવ્યું છે અને વધુમાં વધુ લોકોને વક્સિન લેવા માટે અપીલ કરી છે. પહેલી મેથી 18 વર્ષથી વધુ ઉંમરની દરેક વ્યક્તિને રસી આપવા માટે મંજૂરી આપી દેવાઈ છે. દેશમાં અત્યાર સુધીમાં 13 કરોડથી વધુ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે.

તાજેતાજો ઘાણવો


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments