Homeગુર્જર નગરીમોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી

મોતઃ અમદાવાદમાં સ્કૂલની સીડી ચડતાં-ચડતાં 8 વર્ષની વિદ્યાર્થિની અચાનક ઢળી પડી

Team Chabuk-Gujarat desk: અમદાવાદમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના થલતેલ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. સવારે સ્કૂલે જતા સમયે વિદ્યાર્થિની સીડી ચડી રહી હતી અને અચાનક જ તેને છાતીમાં દુઃખાવો થતાં તે સીડી પર જ ઢળી પડી હતી. ત્યારબાદ તાત્કાલિક વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાવામાં આવી હતી. જો કે તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. આ બનાવથી પરિવારજનો અને સ્કૂલમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મળતી માહિતી પ્રમાણે થલતેજમાં આવેલી ઝેબર સ્કૂલમાં અભ્યાસ કરતી ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકી સવારે સીડી ચડતા સમયે છાતીમાં દુઃખાવો થતાં સીડી પર જ ઢળી પડી હતી. જેથી વિદ્યાર્થિનીને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે હોસ્પિટલમાં હાજર તબીબોએ વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીના વાલી હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમાં ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ હાથ ધરી છે.

student death

કાર્ડિયાક એરેસ્ટના કારણે સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. આ બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા મુંબઇ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈ પણ બીમારી નહોતી.

ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના પ્રિન્સિપાલ શર્મિષ્ઠા સિન્હાએ જણાવ્યું હતું કે, ગાર્ગી તુષાર રાણપરા ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકી સીડી પર જઈ રહી હતી તે સમયે છાતીમાં દુઃખાવો થયો હતો. છાતીમાં દુઃખાવો થતાં બાળકી અચાનક બેસી ગઈ હતી. તેમજ શ્વાસ લેવામાં તકલીફ થતાં તાત્કાલિક સારવાર માટે 108ને ફોન કર્યો હતો. એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થતો હોવાથી સ્ટાફની ગાડીમાં સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments