Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે શનિવારે રાત્રે માત્ર T20 માટે ટીમની જાહેરાત કરી હતી. ODI શ્રેણી અને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની ટીમની જાહેરાત હવે પછી કરવામાં આવશે. શમી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. પરંતુ હવે તે પાછો ફર્યો છે. ઈજા બાદ શમી ક્રિકેટથી દૂર હતો. પરંતુ તેણે તાજેતરમાં સ્થાનિક મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. હવે ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ ગયો છે.
A look at the Suryakumar Yadav-led squad for the T20I series against England 🙌#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/nrEs1uWRos
— BCCI (@BCCI) January 11, 2025
ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી માટે ભારતની ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હર્ષિત રાણા, અર્શદીપ સિંહ , મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ (વિકેટકીપર).

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત