Homeગુર્જર નગરીચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન

ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનાર ટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું નિધન

Team Chabuk-Gujarat Desk: આયુર્વેદ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર અને હિંદુ ધર્મના ચારેય વેદોનું ગુજરાતીમાં અનુવાદ કરનારટંકારાના પદ્મશ્રી દયાળમુનિનું (Dayalji Parmar) નિધન થયું છે. દયાળમુનિનું નિધન થતાં સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાને અંતેષ્ઠી નીકળશે.

ટંકારામાં દયાળમુનિ તરીકે જાણીતા 89 વર્ષીય દયાળજી માવજીભાઈ પરમાર એક સંસ્કૃત શિક્ષક, લેખક, આયુર્વેદાચાર્ય, પ્રોફેસર, આયુર્વેદ શિક્ષક, શ્રેષ્ઠ વૈદ્ય, સંશોધક, વક્તા, ગાયક, સમાજ સુધારક અને પુસ્તકાધ્યક્ષ સહિતના પદોને શોભાવી રહ્યા હતા. તેમનો જન્મ 28 ડિસેમ્બર 1934ના રોજ મોરબી જિલ્લાના ટંકારામાં થયો હતો.

dayalji parmar

દયાળમુનિએ ચારેય વેદના બધા મંત્રોનું સંસ્કૃતમાંથી ગુજરાતીમાં ભાષાંતર કરી કુલ આઠ પુસ્તકો આપ્યા છે. તેઓએ અનેક વિદ્યાર્થીઓને શિક્ષા આપી છે. તેઓને અગાઉ પણ અનેક સન્માનો પણ મળી ચૂક્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ મળતા ટંકારા સહિત મોરબી જિલ્લાનું અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

તેઓએ ટંકારા સ્મશાન સંચાલકને હયાતીમાં બોલાવી અંતેષ્ઠી માટેનું અનુદાન આપી અનેરો આનંદ વ્યક્ત કર્યો હતો. દયાળમુનિ જીવનની અંતિમ કેડીએ એકલા હોય એક દિવસ ટંકારા પાંજરાપોળ અને સ્મશાન સંચાલક રમેશભાઈ ગાંધીને ધરે બોલાવી પોતાની અંતિમ સંસ્કાર બાદ એક વહેવાર તરીકેનું અનુદાન આપવા માટે હયાતિમાં નિણય કર્યો હતો. તેઓની આજે તબિયત લથડતા તેઓને રાજકોટ સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા અને તેમની અંતેષ્ઠી આજે સાંજે ચાર વાગ્યે તેમના નિવાસ્થાને એટલે કે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નંબર 1 પ્રણવ ભવનમાંથી નીકળવાની છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments