Homeગુર્જર નગરીખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો ફૂટ્યો ભાંડો, જરૂર વિના એન્જિયોપ્લાસ્ટી કરી, ઓપરેશન કરનાર ડોક્ટરની...

ખ્યાતિ હોસ્પિટલની કરતૂતનો ફૂટ્યો ભાંડો, જરૂર વિના એન્જિયોપ્લાસ્ટી કરી, ઓપરેશન કરનાર ડોક્ટરની ધરપકડ

Team Chabuk-Gujarat Desk: અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડને લઈ રાજ્ય સરકારે પગલાં ભર્યા છે. દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરનાર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી લેવામાં આવી છે. સરકાર તરફથી સોલા સિવિલના ઇન્ચાર્જ સી.ડી.એમ.ઓ પ્રકાશ મહેતા ફરિયાદી બન્યા હતા. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બી.એન.એસ ફેક્ટની સેક્શન 105, 110, 336 (2), 336 (3), 340 (1),  340 (2), 318,  61 કલમ હેઠળ એફ આઈ આર નોંધવામાં આવી છે. કડી પોલીસ મથકમાં પણ બે અલગ અલગ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. બંન્ને મૃતક દર્દીના સ્વજનોએ ડો. પ્રશાંત વજીરાણી, ડો. કાર્તિક પટેલ, ડો. સંજય પાટોલીયા, રાજશ્રી કોઠારી, ચિરાગ રાજપૂત સામે ફરિયાદ દાખલ કરી છે.

આ તરફ ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી રદ કરી દેવાઈ છે. તો ઓપરેશન કરનાર ડોક્ટરો પણ ઓપરેશન કરી શકશે નહીં. જે 7 વ્યક્તિનું ઓપરેશન કરાયું તેમને કોઈ બ્લોકેજ ન હોવાનો પણ ખુલાસો થયો છે. તેમ છતાં ખ્યાતિ હોસ્પિટલે પેપર તૈયાર કરી 90 ટકા બ્લોકેજ હોવાનું દર્શાવી ઓપરેશન કરી નાખ્યું હતું. એટલે કે ખ્યાતિ હોસ્પિટલે જે ડોક્યૂમેન્ટ બનાવ્યા હતા એ તમામ ખોટા હોવાનું સામે આવ્યું છે. આ દર્દીઓ પૈકી જે દર્દીઓના સ્ટેન્ટ મૂકવામાં આવ્યા હતા તેમની એન્જિયોગ્રાફીના ફીજીકલ ફાઇલની અંદરના રીપોર્ટ અને એન્જિયોગ્રાફીની સી.ડીમાં પણ વિસંગતતા આવી હતી. રિપોર્ટમાં જે દર્દીની ધમનીઓ બ્લોકેજ બતાવવામાં આવ્યું છે તેવું બ્લોકેજ સી.ડી.માં જોવા મળ્યું નથી. સાથે જ દર્દીની એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટી કરવા અંગે દર્દીની કે દર્દીના સગાની મેડિકલ પ્રોટોકોલ પ્રમાણે સંમતિ પત્ર લેવાયું નહોતું.

Khyati Hospital

આરોગ્ય વિભાગના અગ્રસચિવે પણ કહ્યું હતું કે, કોઇ પણ દર્દીને એન્જિયોપ્લાસ્ટીની કોઈ જરૂર નહોતી. ખ્યાતિ હોસ્પિટલે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી હતી. જેમાંથી બે વ્યક્તિઓના મોત થયા છે. ખ્યાતિ હોસ્પિટલે કડીના બોરીસણા ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યો હતો. જ્યાંથી 19 ગ્રામજનોને બસમાં અમદાવાદ લાવી તેઓની એન્જિયોગ્રાફી કરી હતી જે પૈકી 7 વ્યક્તિની તો એન્જિયોપ્લાસ્ટી પણ કરી દીધી હતી. જેમાંથી 2 વ્યક્તિના મોત થયા છે.  આ ઘટનાને લઈને રાજ્ય સરકારે ડોક્ટરોની ટીમ પાસે તપાસ કરાવી હતી  જેમાં ખ્યાતિ હોસ્પિટલના કરતૂતોનો ભાંડો ફૂટ્યો હતો. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ પ્રેસ કૉન્ફ્રેસમાં જાહેરાત કરી કે, હવે ખ્યાતિ હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાશે.

mayur khavdu

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments