Homeગુર્જર નગરીડીસાની ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, બે દિવસ પહેલાં...

ડીસાની ફટાકડા બનાવતી ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં 18 લોકોના મોત, બે દિવસ પહેલાં જ મધ્યપ્રદેશથી આવ્યા હતા

Team Chabuk-Gujarat Desk: બનાસકાંઠાના ડીસામાં ગેરકાયદેસર રીતે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં દારૂગોળામાં પ્રચંડ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ગોડાઉનનું ધાબુ જમીનદોસ્ત થઈ ગયું હતું. બ્લાસ્ટ થતા ફેક્ટરીમાં કામ કરી રહેલા શ્રમિકો ગંભીર રીતે દાજ્યા હતા. જેમા 18 જેટલા શ્રમિકના શરીરના ચીંથડે-ચીંથડા ઉડી ગયા હતા. ભીષણ બ્લાસ્ટમાં દૂર દૂર સુધી માનવ અંગો ફેંકાયા હતા. અત્યાર સુધીમાં 18 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.

બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલ ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. 

deesa fire

આ બ્લાસ્ટ બાદ ફેક્ટરી માલિક અંગે ચોંકાવનારો ખૂલાસો થયો છે. ફેક્ટરી માલિકે ફટાકડા વેચાણ માટેની મંજૂરી લીધેલી હતી અને તેમાં ગેરકાયદે રીતે ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરીમાં વિસ્ફોટક સામગ્રી લાવીને ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા. આ ફેક્ટરી ખૂબચંદ સિંધી નામના વ્યક્તિની હોવાની વિગતો મળી રહી છે. ઘટના બાદ ફેક્ટર માલિક ફરાર થઈ ગયો છે. જો કે પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ફેક્ટરીમાં કામ કરતા તમામ શ્રમિકો બહારથી આવેલા હતા. મૃતકોમાં 10થી વધુ પુરુષો, 4 મહિલા અને 3 સગીરનો સમાવેશ થાય છે. તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાનું જાણવા મળ્યું છે. આ શ્રમિકો હજુ બે દિવસ પહેલા જ કામ માટે મધ્ય પ્રદેશથી આવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.

ઘટનાની જાણ થતા જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટર્સ અને 108 ઘટના સ્થળે પહોંચ્યા હતા. SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી હતી.18 જેટલા લોકોના મોત ઉપરાંત હજુ 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. આ તમામની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે.

મળતી વિગતો અનુસાર ફટાકડા બનાવવાના દારૂગોળામાં ભયાનક વિસ્ફોટ થતા આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. ભયાનક બ્લાસ્ટમાં છત ઊડીને જમીનદોસ્ત થઈ હતી.  જેના કારણે ગોડાઉનમાં આગ અને કાટમાળના દૃશ્યો સર્જાયા હતા. કાટમાળમાં પણ અનેક શ્રમીકોના દટાવાથી મોત થયા છે. જેમા મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃતકોમાં મોટાભાગના 20 થી 30 વર્ષના મજૂરો છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments