Homeગુર્જર નગરીસ્મશાનની હાલત હવે તો સુધારોઃ સૂત્રાપાડાના જાગૃત નાગરિકે સ્મશાનની હાલત સુધારવા કરી...

સ્મશાનની હાલત હવે તો સુધારોઃ સૂત્રાપાડાના જાગૃત નાગરિકે સ્મશાનની હાલત સુધારવા કરી માગ

Team Chabuk – Gujarat Desk: ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ગામમાં જાગૃત નાગરિક ચેતન હરિ બારડે સૂત્રાપાડામાં ખંઢેર જેવી સ્થિતમાં રહેલાં સ્મશાનને આધુનિક બનાવવાની માગણી કરી છે. ચેતન બારડે એક ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનમાં આ અંગે રજૂઆત કરી છે. તેમણે અરજીમાં રજૂઆત કરી છે કે સૂત્રાપાડાના દરિયાકાંઠે આવેલું સ્મશાન ખૂબ દયનીય હાલતમાં છે. સ્મશાનમાં કોઈ યોગ્ય વ્યવસ્થા નથી. છાપરા છે પણ તે પણ કટાઈ ગયેલી હાલતમાં છે. જેથી અગ્નિદાહ આપવા આવતા ડાઘુઓ પર મોત મંડરાઈ રહ્યું છે. ચેતન બારડે અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે પહેલાં આ સ્મશાનનું સમારકામ કરી તેને આધુનિક બનાવવામાં આવે.

ચેતન બારડે કહ્યું કે, સૂત્રાપાડા ગામની વસ્તી મુજબ સૂત્રાપાડામાં આધુનિક સ્મશાનની જરૂરિયાત છે. હાલ અહીં લાકડા વડે દેશી પદ્ધતિથી મૃતકને અગ્નિદાહ આપે છે. જો કે, સ્મશાનની હાલત ખરાબ હોવાથી તેમને મુશ્કેલી પડી રહી છે. તેમણે કહ્યું કે, સૂત્રાપાડા સ્મશાનમાં ગેસ અને ડીઝલની ભઠીવાળું આધુનિક સ્મશાન બને તેવી માગ ગાંધીનગર સુધી કરવામાં આવી છે જો કે, આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી થતી નથી. આ વખતે તંત્ર તેમનો અવાજ સાંભળે તેવી વિનંતી ચેતન બરડે કરી છે.

તંત્ર ઉપરાંત તાલાલા મત વિસ્તારના ધારાસભ્ય ભગાભાઈ બારડને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે અને વહેલી તકે લોકોની આ સમસ્યાને દૂર કરવા રજૂઆત કરી છે. ધારાસભ્યની ગ્રાન્ટ આયોજન પંચમાં મંજૂર કરી સ્મશાનનું સમારકામ અને સ્મશાનને આધુનિક બનાવાય તેવી પણ રજૂઆત કરવામાં આવી છે. જો કે, હવે આ અંગે ધારાસભ્ય ભગા બારડ સૂત્રાપાડાનો અવાજ સાંભળે છે કે કેમ તે આગામી સમયમાં જ ખબર પડશે.

અરજીકર્તા ચેનત બારડે આરોપ લગાવ્યો કે, સૂત્રાપાડામાં સ્મશાનની ખરાબ હાલત માટે જવાબદાર સૂત્રાપાડા નગરપાલિકા છે. પાલિકાના બેદરકાર વહિવટના કારણે ગામ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે કહ્યું કે, સૂત્રાપાડામાં ભાજપના નામે મત માગીને સત્તાધિશોએ સત્તા તો મેળવી લીધી પરંતુ જે કામના વાયદાઓ આપ્યા હતા તે હવે તેમને યાદ નથી આવતા. સ્મશાન ઉપરાંત પણ સૂત્રાપાડાની જનતા કેટલાય પ્રશ્નોનો સામનો કરી રહી છે. એવો પણ આરોપ છે કે, સૂત્રાપાડા પાલિકા સામે જો કોઈ અવાજ ઉઠાવે એ અવાજને શામ, દામ, દંડ ભેદની નીતિથી ત્યાંને ત્યાં જ દબાવી દેવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments