Team Chabuk-Gujarat Desk: તમિલમાં તમન્ના ભાટિયા અભિનીત નવેમ્બર સ્ટોરી નામની સસ્પેન્સ થ્રીલર વેબ સિરીઝ છે. ઠીકઠાક છે. પરંતુ તેમાં જે એક પાત્ર ઘડવામાં આવ્યું છે તે સુરતના સમાચાર માટે થોડું થોડું બંધબેસતું લાગી રહ્યું છે. આપણે વેબ સિરીઝી વાત નહીં કરીએ સમાચારની વાત કરીએ.
સુરત શહેરમાં એક ડોક્ટરને PG-નીટની પરીક્ષામાં 435 માર્ક હતા પણ તેનું મેરિટ લિસ્ટમાં નામ ન હતું, પણ આશ્ચર્યની વાત એ છે કે જેમને માંડ 265 માર્ક હતા તેમનું મેરિટ લિસ્ટમાં નામ હતું. મેરિટ લિસ્ટમાં નામ ન હોવાનું તેમને લાગી આવ્યું. 465 માર્ક ધરાવતા હોશિયાર ડોક્ટર આપણી વચ્ચે નથી રહ્યા. તેમણે આત્મહત્યા કરી લીધી છે.
સુરતના અડાજણમાં સુરભી રો-હાઉસ ખાતે રહેતા 26 વર્ષીય ડૉ. શ્રેયસ દિપકકુમાર મોદીના પિતા હીરાના વેપારી છે. ડૉ શ્રેયસે સ્મીમેરમાંથી એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. MD (એનેસ્થેસિયા)માં પ્રેવશ મેળવવા માટે તેમણે પૂરતી તૈયારી કરી હતી. જ્યારે પરિણામ સામે આવ્યું ત્યારે તેઓ નિરાશ થઈ ગયા હતા. ઘરનું બારણું બંધ કર્યું અને ગળેફાંસો લગાવી જીવાદોરી ટૂંકાવી લીધી.
તેમની આત્મહત્યા અંગે તેમની માતાએ જણાવ્યું હતું કે, પીજી નીટની પરીક્ષામાં મારા પુત્રને 435 માર્ક હોવા છતાં તેનું મેરિટમાં નામ ન હતું આવ્યું અને તેણે આ પ્રકારનું પગલું ભરી લીધું. પરિવારે ડૉ.શ્રેયસ વિશે એ પણ જણાવ્યું કે, તેમણે 5-50 વાગ્યે મેરિટ જોયું અને બાદમાં દસ જ મિનિટમાં તેમણે આત્મહત્યા કરી લીધી. પરિણામ જોયા પછી તે ભારે હતાશ થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત