Team Chabuk-Gujarat Desk: અમદાવાદમાં દુષ્કર્મનો વધુ એક કેસ પોલીસ ચોપડે નોંધાયો છે. અમદાવાદના એક ચોક્કસ વિસ્તારમાં રહેતી યુવતીના ઘરે બે લોકો રાજુ અહીં રહે છે કહી ઘુસી ગયા હતા. યુવતીનો પતિ નોકરીએ ગયો હતો. ઘરમાં ઘુસ્યા બાદ આરોપીઓએ પ્રથમ ભોજન માગ્યું હતું અને યુવતી સાથે સામાન્ય વાતચીત કરી હતી. મોકો જોતા યુવતીને જમીન પર પછાડી તેના અડધાં કપડાં ફાડી નાખ્યા હતા. બાદમાં આંતરવસ્ત્રો ફાડી નાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપીઓ યુવતીને બ્લેડના ઘા મારી તેનો ફોન લૂંટી ફરાર થઈ ગયા હતા. ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે.
યુવતી મોબાઈલમાં ફિલ્મ જોતી હતી
અમદાવાદમાં રહેતી 19 વર્ષીય આ યુવતી મૂળ ઉત્તરપ્રદેશની વતની છે. પતિની સાથે તેણી ભાડાના મકાનમાં છેલ્લા એક મહિનાથી વસવાટ કરે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ કારખાનામાં નોકરી કરે છે. ગત વર્ષે 2021માં યુવતીના લગ્ન થયા હતા. દસમી જાન્યુઆરીના રોજ યુવતીનો પતિ નોકરી ગયો હતો. યુવતી કામ પતાવી મોબાઈલમાં ફિલ્મ જોતી હતી.
રાજુ અહીં રહે છે?
એવામાં દરવાજાને ધક્કો મારી બે શખ્સો યુવતીના ઘરમાં પ્રવેશ્યા હતા. બંનેની ઉંમર વીસથી પચ્ચીસ વર્ષની વચ્ચે હતી. એક વ્યક્તિએ પીળા કલરનું જેકેટ તો એક વ્યક્તિએ કોફી કલરના ચેક્સવાળું શર્ટ પહેર્યું હતું. ‘રાજુ અહીં રહે છે, જે ગોરખપુરનો છે.’ આવું પૂછતાં યુવતીએ જવાબ આપ્યો હતો કે, રાજુ નામનું કોઈ અહીં રહેતું નથી. બીજી જગ્યાએ તપાસ કરી લો.
જમવાનું જમી લીધું છે?
રાજુ નામધારીનો પેંતરો પતી ગયા પછી યુવકો જમવા પર આવી પહોંચ્યા હતા અને યુવતી પાસે જમવાનું માગ્યું હતું. તેમણે યુવતીને પૂછ્યું હતું કે, જમવાનું જમી લીધું છે? જેના જવાબમાં યુવતીએ હા પાડી હતી. બાદમાં યુવકોએ કહ્યું કે, અમારે પણ જમવું છે, તું અમને નહીં આપે? તેના જવાબમાં યુવતીએ કહ્યું હતું કે, તેના પતિ જમવાનું ટિફિન લઈ ગયા છે અને ઘરમાં કંઈ બાકી નથી. બાદમાં બંને શખ્સો યુવતીના ઘરમાં બળજબરી ઘુસી ગયા હતા.
આંતરવસ્ત્રો ફાડી નાખ્યા
એક વ્યક્તિએ યુવતીનો હાથ પકડી તેને ભોંય પર પછાડી દીધી હતી અને મોઢું દબાવી સુવડાવી દીધી હતી. અન્ય વ્યક્તિએ રૂમનો દરવાજો બંધ કર્યો હતો અને તેના કપડાં કાઢી લીધા હતા, બાદમાં આંતરવસ્ત્રો ફાડી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. યુવતી ખૂદને બચાવવા માટે તરફડી રહી હતી. ત્યાં એક યુવકે તેને બ્લેડ મારી હતી. યુવતી ઈજાગ્રસ્ત થતા તે ચીસો પાડવા લાગી હતી. ડરી ગયેલા યુવકો તેનો મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયા હતા. પાડોશી મહિલાને આ અંગે જાણ થતાં તેણે યુવતીની મદદ કરી હતી. યુવતીને ગુપ્તભાગમાંથી લોહી નીકળતું હતું. જેથી તેના પતિ અને પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે ગુનો દાખલ કરી ચક્રો ગતિમાન કર્યાં છે. હાલ તો કોઈ જગ્યાએ મહિલા એકલી રહેતી હોય અને ઘરના તમામ સભ્યો કામધંધે ગયા હોય તેમના માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત