Homeગુર્જર નગરીરખડતો આતંકઃ દ્વારકામાં શ્વાનોએ 11 વર્ષની બાળકીને ફાડી ખાધી, કમકમાટીભર્યું મોત

રખડતો આતંકઃ દ્વારકામાં શ્વાનોએ 11 વર્ષની બાળકીને ફાડી ખાધી, કમકમાટીભર્યું મોત

Team Chabuk-Gujarat Desk: રાજ્યમાં ફરી એકવાર હચમચાવતી ઘટના સામે આવી છે. દ્વારકાના રૂપામોરા ગામમાં રખડતા શ્વાનનોએ 11 વર્ષની બાળકીને ફાડી ખાધી હતી. બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે લઇ જવામાં આવતા પહેલા જ બાળકીનું મોત થયું છે.

બાળકીનો પરિવાર દાહોદ-ગોધરાથી ખેત મજૂરી માટે આવ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, જિલ્લામાં રખડતા શ્વાનનો આંતક વધી રહ્યો છે. રખડતા શ્વાને ભાણવડના રૂપામોરા વિસ્તારમાં 11 વર્ષીય બાળકીને ફાડી ખાધી હતી. રૂપમોરા વિસ્તારમાં રહેતા હીરાભાઈ પીપરોતરની 11 વર્ષની પુત્રી પુરીબેનને શ્વાનએ અનેક બચકા ભરીને ફાડી ખાધી હતી. આ બાળકી પર ગલીમાં રખડતા શ્વાન તૂટી પડ્યા હતા.

માસુમ બાળકીને શ્વાને અનેક બચકા ભરતા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. જેથી બાળકીને હોસ્પિટલે પહોંચાડાય તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. બીજી તરફ ઘટનાના પગલે સ્થાનિકોમાં ભય ફેલાયો છે અને ફરી એકવાર રખડતા શ્વાનને પકડી લેવા માગણી ઉઠી છે.

dog (2)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments