Team Chabuk-Sports Desk: મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આઈપીએલની આ સિઝનમાં પોતાની પ્રથમ જીતથી ખુશ છે. પંડ્યાએ કબૂલ્યું હતું કે તેમની ટીમે જીતનું ખાતું ખોલાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPLની 20મી મેચમાં મુંબઈએ દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું હતું. મુંબઈ તરફથી ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડના ઘણા વખાણ થયા. કેપ્ટન પંડ્યાએ પણ સ્વીકાર્યું કે શેફર્ડ મુંબઈની જીતનો અસલી હીરો છે.મુંબઈ માટે શેફર્ડે છેલ્લી ઓવરમાં 4 સિક્સ અને 2 ફોર ફટકારીને કુલ 32 રન બનાવ્યા હતા.
દિલ્હી કેપિટલ્સને હરાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું, ‘આ જીત નોંધાવવા માટે અમારે સખત મહેનત કરવી પડી. અમે આગામી મેચોમાં ફેરફારો સાથે ઉતરી શકીએ છીએ. પરંતુ અત્યારે આ અમારું સારું સંયોજન છે. અલબત્ત અમે પ્રથમ ત્રણ મેચ હારી ગયા હતા પરંતુ અમને પોતાની જાત પર વિશ્વાસ હતો. હવે વિજયની શરૂઆત થઈ ગઈ છે.
પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 5 વિકેટે 234 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 8 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. આ હાર સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચલા સ્થાને પહોંચી ગઈ છે જ્યારે મુંબઈ 8માં સ્થાને પહોંચી ગયું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત