Team Chabuk-Gujarat Desk: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના નગરગેટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માતની એક ઘટના બની હતી. નગરગેટ વિસ્તાર તરફ આવતી કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે જોનારાઓનો જીવ તાળવે ચોંટાડી દે છે. મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનામાં કોઈ હાજર ન હતું એ સારું હતું, નહીંતર કાર જે રીતે ત્રણ દુકાનોમાં અને બાદમાં નજીકમાં રહેલા વીજપોલ સાથે ધડાકાભેર અથડાય તે પરથી લાગી રહ્યું છે કે જો વચ્ચે કોઈ અડફેટે આવ્યું હોત તો તેના ત્યાં જ રામ રમી જાત.
મોડી રાત્રે બનેલી અકસ્માતની આ ઘટનામાં બે બાઈક સવારો વાહન લઈને આવી રહ્યા હતા. એવામાં ચોકમાં એક સફેદ કલરની સ્વિફ્ટ કાર ધસમસતી આવી હતી. આંખના પલકારામાં આ સ્વિફ્ટ કાર પહેલા ત્રણ દુકાનની સાથે ઘસડાઈ હતી. નજીકમાં જ રહેલા બે બાઈક સવારોના સદનસીબે જીવ બચી ગયા હતા. કાર દુકાનોના ખૂણામાં અથડાઈ તે બાદ વચ્ચે આવેલા એક બેરીકેડને પણ હવામાં ફંગોળતી ગઈ હતી. એ પછી નજીકમાં રહેલા વીજપોલની સાથે ધડાકાભેર અથડાઈ હતી. કાર અથડાતા જ હવામાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી.
આ ઘટના સમયે બે બાઈક સવાર સિવાય હોમગાર્ડના બે જવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા. તેઓ જે બાજુથી લથડિયાં ખાતી કાર આવી તેની વિપરિત દિશામાં દુકાન પાસે બેઠાં હતા. કારના અકસ્માતનો અવાજ આવતા તેઓ પણ ગભરાઈ ગયા હતા પણ બાદમાં તેઓ ત્યાં દોડી આવ્યા હતા. જોકે કાર ચાલક શ્રી વાહન છોડી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. અકસ્માતમાં સ્વિફ્ટ કારના આગળના ભાગનો બુકડો બોલી ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
