Homeગુર્જર નગરીમાસૂમનું પરિવાર સાથે મિલન: બાળકીને શોધવા સુરત ક્રાઈમબ્રાંચ, SOG, PCBની તનતોડ મહેનત,...

માસૂમનું પરિવાર સાથે મિલન: બાળકીને શોધવા સુરત ક્રાઈમબ્રાંચ, SOG, PCBની તનતોડ મહેનત, 300 જેટલા CCTV કર્યા ચેક

Team Chabuk-Gujarat Desk: સુરતના પાંડેસરામાંથી ગૂમ થયેલી શ્રમજીવી પરિવારની અઢી વર્ષની બાળકી પોલીસની મદદથી હેમખેમ ઘરે પરત ફરી છે. પોલીસે બાળકીને તેના માતા-પિતાને પરત સોંપી છે. ભારે જહેમત બાદ બાળકીને સહીસલામત શોધી લેવાઈ હતી. પાંડેસરા વિસ્તારમાંથી ગૂમ થયેલી બાળકી તેના ઘર નજીક આવેલી સાંઈ સોસાયટીમાં રહેતા દંપતીને ત્યાંથી જ મળી આવી છે. દંપતીએ દાવો કર્યો છે કે, તેઓ જ્યારે શાકભાજીની ખરીદી કરવા ગયા ત્યાં એક બાળકી રડી રહી હતી જેને સંજય અને પૂજા નામના વ્યક્તિ પોતના ઘરે લઈને આવ્યા અને દીકરીને જેમ રાખી હતી. રાત્રે દંપતીએ બાળકીને પોતાના ઘરે જ સુવડાવી દીધી હતી. દંપતીએ કહ્યું કે કોઈ શોધવા આવે તેની રાહ જોઈ રહ્યા હતા. જો કે, હાલ પોલીસ આ દંપતીની પૂછપરછ કરી રહી છે.

બીજી તરફ બાળકીના માતા-પિતા ખૂબ જ ચિંતિત હતા. જેને લઈને તેઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. બાળકી ગૂમ થવાની ફરિયાદ નોંધાતા જ સુરત પોલીસ સક્રિય થઈ ગઈ હતી. અને તાત્કાલિક અલગ-અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. 

બાળકીને શોધવા માટે પોલીસે અલગ-અલગ 15 ટીમ બનાવી હતી.15 ટીમમાં કુલ 250 પોલીસકર્મીને સામેલ કરાયા હતા. તેમજ બાળકીના પોસ્ટર તથા સમગ્ર વિસ્તારમાં શેરીઓમાં રિક્ષા મારફતે માઈકમાં એનાઉન્સ પણ કર્યું હતું. તપાસમાં પાંડેસરા પોલીસની સાથે ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, અને પીસીબીની ટીમો પણ જોડાઈ હતી. પોલીસે આજુબાજુના વિસ્તારમાં અંદાજિત 300 જેટલા સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા. જેમાં બાળકીને એક શાકભાજીની લારી પાસે રમતી જોવા મળી હતી ત્યારબાદ એક દંપતી તેને લઈ જતું હોવાનું પણ જાણવા મળ્યું હતું.

આ ફૂટેજના આધારે પોલીસે દંપતીના ઘર સુધી પહોંચી હતી. જ્યાં બાળકી પણ મળી આવી હતી. બાળકી હેમખેમ મળી આવતા શ્રમજીવી પરિવાર રાહતનો શ્વાસ લીધો છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments