Team Chabuk-Gujarat Desk: ગુજરાતમાં હાલ 9000 TRB જવાનો કાર્યરત છે, તેમાંથી 6400 TRB જવાનો વર્ષોથી એક જ સ્થળે ફરજ બજાવી રહ્યા છે. આ તમામ 6400 જવાનોને મુક્ત કરવાનો આદેશ DGP વિકાસ સહાયે કર્યો છે. આ અંગેના આદેશપત્રમાં કહેવામાં આવ્યું છે કે ગુજરાત રાજયમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થા માટે ટ્રાફિક પોલીસની મદદમાં આશરે 9000 ટ્રાફિક બ્રિગેડના સભ્યોની માનદસેવા લેવામાં આવી રહી છે. ટ્રાફિક બ્રિગ્રેડ માનદ સભ્યોની નિમણૂંક બાબતે અત્રેની કચેરી તરફથી માહિતી મંગાવતા ધ્યાને આવેલ છે કે, આશરે 900 ટ્રાફિક બિગ્રેડ સભ્યો પૈકી આશરે 1100 સભ્યો 10 વર્ષનો સમય પૂર્ણ કરેલ છે, આશરે 3000 સભ્યોએ ટ્રાફિક બ્રિગેડમાં ૫ વર્ષનો સમયગાળો પૂર્ણ કરેલ છે અને આશરે 2300 સભ્યો ૩ વર્ષથી વધારેનો સમય પૂર્ણ કરેલ છે.
ટ્રાફિક બ્રિગેડ ટ્રાફિક પોલીસની મદદમાં રહીને કામગીરી કરવાની હોય છે. એક જ વ્યક્તિ ખુબ જ લાબા સમયથી ટ્રાફિક બ્રિગેડના સભ્ય તરીકે ફરજ બજાવે તે વહીવટી દ્રષ્ટીએ યોગ્ય અને ઈચ્છનીય નથી. લાંબા સમયથી ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડ સભ્યોને મુક્ત કરવા માટે કહેવામાં આવ્યું છે. આ આદેશ અમદાવાદ, વડોદરા અને ડાંગ સિવાયના તમામ પોલીસ કમિશનર માટે અપાયા છે.
- જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 10 વર્ષ પૂર્ણ થયેલ છે તેઓને તા.30/11/2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.
- જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોએ 5 વર્ષથી વધુ સમયગાળો થયેલ છે તેઓને તા.31/12/2023 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.
- જે ટ્રાફિક બ્રિગેડના સભ્યોને 3 વર્ષથી વધુ સમયપૂર્ણ થયેલ હોય તેવા ટ્રાફિક બ્રિગેડના સભ્યોને તા.31/03/2024 સુધીમાં ટ્રાફિક બ્રિગેડની કામગીરીમાંથી મુક્ત કરવા.
મુક્ત થયેલ ટ્રાફિક બ્રિગેડના સભ્યોની ફરીથી નિમણૂંક ન કરવા મુક્ત થવાને કારણે ખાલી રહેલી જગ્યાને ભરવા માટેની નિમણૂંક અંગેનું નિયમ મુજબની કાર્યવાહી સમયમર્યાદામાં કરવાનું પણ આદેશમાં કહેવામાં આવ્યું છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત