Homeદે ઘુમા કે'ભારત ટોસ હારશે પરંતુ જીત નક્કી', ફાઈનલ મુકાબલાને લઈ જ્યોતિષની મોટી ભવિષ્યવાણી

‘ભારત ટોસ હારશે પરંતુ જીત નક્કી’, ફાઈનલ મુકાબલાને લઈ જ્યોતિષની મોટી ભવિષ્યવાણી

Team Chabuk-Sports Desk: જાણીતા જ્યોતિષ સુમિત બજાજે ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ કપની ફાઈનલને લઈને ભવિષ્યવાણી કરી છે. તેમણે યૂટ્યૂબ પર એક વીડિયોમાં કહ્યું છે કે, ભારત ફાઇનલ મેચમાં ટોસ હારી જશે, પરંતુ મેચમાં જીત નિશ્ચિત છે. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ પોતાની બોલિંગથી કમાલ દેખાડવાના છે.

સુમિત બજાજ નામના આ જ્યોતિષીની ભવિષ્યવાણી એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કારણ કે ભૂતકાળમાં તેમણે સેમીફાઈનલ સહિતની તમામ મેચો વિશે સચોટ માહિતી આપી હતી.

બજાજે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું, “ભારત ઓસ્ટ્રેલિયાથી એક પોઇન્ટ આગળ છે, જે બતાવે છે કે ફાઇનલ ખૂબ જ અઘરી હશે.” તે અંત સુધી જશે, જેમાં ભારતનો વિજય થશે. ભારતની સરસાઈ જંગી છે અને ભારતની જીત નિશ્ચિત છે. ભારતીય ફાસ્ટ બોલરો સરેરાશ દેખાવ કરશે અને એકાદ-બે વિકેટ ઝડપી શકે તેમ છે, પણ જાડેજા અને કુલદીપ યાદવનું ખુબ જ મહત્વ રહેશે. બંને મેચ ભારતની તરફેણમાં ફેરવશે. બેટ્સમેનોમાં રોહિત શર્મા મહત્વની ઈનિંગ રમી શકે છે. વિરાટ કોહલી પણ ફાઇનલમાં ખૂબ જ સારી ઇનિંગ રમીને ભારતને જીતાડી શકે છે. આ સિવાય ત્રીજા બેટ્સમેન શ્રેયસ અય્યરનું ફોર્મ પણ સારું રહેશે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ડેવિડ વોર્નર, મિચેલ માર્શ અને સ્મિથ માટે બેટિંગના મામલે દિવસ સારો સાબિત થઇ શકે છે.

IND vs AUS WorlCup Finel

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments