Team Chabuk-Gujarat Desk: રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું છે.ઘોરાજીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ જોવા મળી રહ્યું છે.સ્ટેશન રોડ, ઉપલેટ રોડ, બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. બહારપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે. કુંભારવાડા, વડલીચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીમા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ધોરાજીમાં અનરાધાર વરસાદના કારણે પાણી ભરાયું#Dhoraji #Rajkot #Heavyrains pic.twitter.com/J4eMkhUICV
— thechabuk (@thechabuk) July 18, 2023
ધોરાજી પંથકમા 9 ઇંચ વરસાદ પડતાની સાથે જ જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે. ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી હતી. ધોરાજી શહેરની બજારોમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ધોધમાર વરસાદના પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત