Team Chabuk-Gujarat Desk: તમારા ખિસ્સામાં રૂપિયા નહીં હોય તો ચાલ્યું જાવશે. કોઈ પાસેથી ઉછીના લઈને કામ થઈ શકાશે. પરંતુ આધારકાર્ડ વીના એક પણ કામ થશે નહીં. આધારકાર્ડની તમામ કામોમાં આટલી જરૂરિયાત થઈ ગઈ છે. જૂનાગઢવાસીઓ માટે આધાર કાર્ડ કઢાવવું એટલે સાત કોઠા વીંધ્યા બરાબર થઈ ગયું છે. એક સેમયે જૂનાગઢમાં 12થી વધુ આધાર કાર્ડ સેન્ટર હતા. જ્યારે આજે માત્ર બે જ રહ્યા છે. તેમાં પણ તંત્રની મણઘડત નીતિના કારણે જનતાને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવાની બૂમ ઉઠી છે.
આધાર માટે બબ્બે ધક્કા
વાત જાણે એમ છે કે, જૂનાગઢ મહાનગર પાલિકા હદ વિસ્તારમ હાલ માત્ર જૂનાગઢ મહાનગરપાલિકા કચેરી તથા જોષીપુરા ઝોનલમાં જ આધાર કાર્ડની કામગીરી ચાલુ છે. બીજી તમામ જગ્યાએ આધાર કાર્ડની કામગીરી હાલ સદંતર બંધ હાલતમાં છે. જેથી જૂનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારના લોકોને દુર દુરથી મહાનગરપાલિકા કચેરીએ આવવું પડે છે. વાત આટલે અટકતી નથી મહાનગરપાલિકા કચેરીએ લોકો ને બે વખત ધકકા થાય તેવી નિતી તંત્ર દ્વારા અખત્યાર કરવામાં આવી હોવાની ફરિયાદ ઉઠી છે.
આખો દિવસ વ્યર્થ
લોકોને આધાર કાર્ડની કામગીરી માટે સવારના ૭ થી ૮ વાગ્યે પોતાના વારા માટે ટોકન લેવા આવવાનું થાય છે. ત્યાર બાદ ફરીથી તેઓને આધાર કાર્ડ માટે સવારના ૧૧ થી ૬ વચ્ચે જયારે પણ તેનો વારો આવે ત્યારે આવવાનું થાય છે. તેમા પણ ટોકનમાં માત્ર નંબર નાખવામાં આવે છે સમય નાખવામાં આવતો નથી જેથી દરેક આધાર કાર્ડની કામગીરી કરાવવા માગતા અરજદારે સવારે ૦૮-૦૦ વાગ્યે ટોકન લઈને પછી તમામ કામ પડતા મુકીને સવારના ૧૧ થી ૬ સુધી બેસવુ જ પડે છે.
ક્યારે થશે સુધારો?
મહાનગરપાલિકા ધ્વારા આધાર કાર્ડની કામગીરીની મનઘડત નિતીને કારણે લોકો હેરાન પરેશાન થતા હોય તેમાં સુધારો કરવા અંગે જૂનાગઢના જાગૃત નાગરિક અરવિંદભાઈ રાબડીયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજુઆત કરી છે. મનસુખભાએ જણાવે છે કે, આવી નીતિના કારણે લોકોનો આખો દિવસ પડે છે. મહીલાઓને ધરકામ પડતા મુકી આવવુ પડે છે અને સામાન્ય મજુરી કરતા લોકોને એક દિવસનું રોજ પડે છે.
નિઃશુલ્ક સુધારો કરવા માંગ
અરવિંદભાઈએ પત્રમાં જણાવ્યું છે કે, આ બાબતે લગત અધિકારીને એવી સુચના આપવી જોઈએ કે આધાર કાર્ડની કામગીરીન ટોકન કાતો સવારે જયારે કામગીરી ચાલુ થાય ત્યારે વહેલા તે પહેલાના ધોરણે ટોકન આપવુ જોઈએ. અથવા તો સવારના ૭ થી ૮ વચ્ચે ટોકન આપવામાં આવે ત્યારે જ આધાર કાર્ડની કામગીરી શરૂ કરી દેવી જોઈએ જેથી લોકોને બે વખત કચેરીની મુલાકાત લેવી ન પડે. અને તેઓનો સમય અને નાણાનો વ્યય ન થાય જેથી આ બાબતે તાત્કાલીક અસરથી યોગ્ય નીતિ અમલમાં મુકવા માંગ કરી છે.

અરવિંદભાઈએ આ ઉપરાંત પત્રમાં જણાવ્યું છે કે, અધિકારીઓ તરફથી અમલદારશાહી અપનાવવામાં આવે છે અને લોકો કે પરેશાન થાય હેરાન થાય તે રીતે કામગીરી કરવામાં આવે છે અને આધાર કાર્ડમાં થતા તમામ સુધારા માટે પણ ફી વસલાત લેવામાં આવે છે મફત સુધારા વધારા કરવામાં આવતા નથી આમ છતા પ્રજાને હેરાન ગતી ભોગવવી પડે છે. અમારી આ અરજી ફાઈલે ન કરતાં નક્કર પગલાં લેવા વિનંતી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
