Team Chabuk-Gujarat Desk: આ વર્ષે ભારે ચોમાસાના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ખરીફ પાકનું બલિદાન આપવું પડ્યું.પણ ખેડૂત હાર્યો નહિ તેને વિચાર્યું કે, શિયાળો અને ઉનાળો પાક લઈને સરભર કરીશ. એ વિચારથી ખેડૂતોએ ઉનાળુ પાકનું વાવેતર પણ કરી દીધું છે. પાક ઉજરી પણ ગયો છે. પરંતુ ખેતી કનેક્શનમાં વીજળીનું સંકટ વિકટ બનતું જાય છે. દિવસમાં 6 કલાક લાઈટના પણ ફાંફાં પડી રહ્યા છે. ગામડાની વાડીઓથી લઈને વિધાનસભા સુધી લાઈટ આપવા માંગ ઉઠી છે. ત્યારે જૂનાગઢના એડવોકેટ પંકજ રૂપાપરાએ ખેડૂતોને થયેલા નુકશાન અંગે PGVCL સામે દાવો માંડ્યો છે.
સમગ્ર બનાવ અંગે વાત કરીએ તો જૂનાગઢ તાલુકાના પ્રભાતપુર ગામના ખેડૂતોને છેલ્લા ચાર દિવસથી પી.જી.વી.સી.એલ., કચેરી બીલખા દ્વારા પ્રભાતપુરના ખેડુતોને વીજ સપ્લાય આપવામાં આવી રહ્યો નથી. જેથી પ્રભાતપુર ગામના ખેડૂતોને ચાલુ વર્ષનું ઉનાળુ વાવેતર તલ, મગ, અડદ સંપૂર્ણપણે નાશ પામ્યું છે. અવાર નવાર ટેલિફોનિક તથા રૂબરૂ જઈ રજુઆત કરવા છતા ઈજનેર સાહેબ યોગ્ય પ્રત્યુતર પાઠવતા ન હોવાની ફરિયાદ હતી. આથી પ્રભાતપુર ગામના ખેડુતોને પ્રતિ એકર રૂા.૨૫,૦૦૦/– ચુકવી આપવા બાબતે બીલખા પી.જી.વી.સી.એલ. કચેરી ઈજનેરને એડવોકેટ પંકજ રૂપાપરાએ ખેડૂતોની નુકશાની ભરપાઈ કરવા બાબતે લીગલ નોટિસ ફટકારી છે.

મહત્વનું છે કે, વીજ કાપની સમસ્યાથી ગુજરાત ના ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહિ મળતા ખેડૂતોનો ઉભો પાક સુકાઈ રહ્યો છે. ત્યારે ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. કનુ દેસાઇએ જાહેરાત કરતાં કહ્યું છે કે આજથી ખેડૂતોને 6 કલાક વીજળી મળતી થશે. અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી અપાશે. ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળે તેની વ્યવસ્થા થશે. જરૂર જણાશે તો ઉદ્યોગોને અપાતા વીજ પુરવઠામાં કાપ મુકીને ખેડૂતોને પૂરતી વીજળી આપવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
