Homeગુર્જર નગરીદીવઃ રસ્તા વચ્ચે WWE જેવા દ્રશ્યો ! પોલીસ અને પર્યટકો વચ્ચે મારામારીના...

દીવઃ રસ્તા વચ્ચે WWE જેવા દ્રશ્યો ! પોલીસ અને પર્યટકો વચ્ચે મારામારીના દ્રશ્યો કેમેરામાં કેદ

Team Chabuk-Gujarat Desk: દીવમાં પર્યટકો અને જિલ્લા પોલીસ વચ્ચે બબાલ થઈ. બંને પક્ષ વચ્ચેની મારામારીના કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં કેટલાક દ્રશ્યોમાં પર્યટકો પોલીસ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે તો કેટલાક દ્રશ્યોમાં પોલીસકર્મી પર્યટકને માર મારતા નજરે પડી રહ્યા છે.

દાવો છે કે, અમરેલી જિલ્લાના પર્યટકો જ્યારે દીવમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર પોલીસે તેમનું વાહન રોકાવ્યું હતું. ત્યારબાદ મેમો મુદ્દે પોલીસકર્મીઓ અને વાહનચાલક તેમજ વાહનમાં સવાર લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને વાત મારામારી સુધી પહોંચી હતી. પર્યટકોનો આરોપ છે કે, પહેલાં પોલીસકર્મીઓએ લાઠીચાર્જ કર્યો. જ્યારે પોલીસકર્મીઓનો દાવો છે કે, પહેલાં પર્યટકોએ તેમના કામમાં અડચણ ઉભી કરી અને બાદમાં પોલીસકર્મી પર હુમલો કર્યો.

જે સમયે ઘટના બની તે સમયે વાહનમાં કેટલીક મહિલાઓ પણ સવાર હતી. બીજી તરફ ફરજ પર મહિલા પોલીસકર્મી પણ હાજર હતા. મારામારની ઘટના દરમિયાન મહિલા પોલીસકર્મી પર પણ હુમલો થયો હતો. દ્રશ્યોમાં એક પુરૂષ મહિલા પોલીસકર્મી પર પણ હુમલો કરતો જોવા મળી રહ્યો છે. બીજી તરફ એક દ્રશ્યમાં મહિલા પર્યટક પુરૂષ પોલીસકર્મી પર પણ હુમલો કરતી જોવા મળી રહી છે. તો સમગ્ર ઘટનાને લઈને બસ સ્ટેન્ડ નજીક આવેલા સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

બનાવની જાણ થતાં અન્ય પોલીસકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પર્યટકોની અટકાયત કરી મામલો સાંત પાડ્યો હતો તેમજ ટ્રાફિક પણ દૂર કરાવ્યો હતો. આ કેસમાં હાલ પોલીસે પર્યટકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments