Homeગામનાં ચોરેઆવી ગયું ચોમાસું: કેરળમાં ચોમાસાની 3 દિવસ વહેલી એન્ટ્રી, આગામી પાંચ દિવસમાં...

આવી ગયું ચોમાસું: કેરળમાં ચોમાસાની 3 દિવસ વહેલી એન્ટ્રી, આગામી પાંચ દિવસમાં આટલી જગ્યાએ પડી શકે છે વરસાદ

Team Chabuk-National Desk: દેશમાં ચોમાસાની વિધિવત એન્ટ્રી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે 29 મે ને રવિવારના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. સામાન્ય કરતાં ચોમાસાનું 3 દિવસ વહેલું આગમન થયું છે. સામાન્ય રીતે કેરળમાં 1લી જૂને ચોમાસાની શરૂઆત થતી હોય છે. જો કે આ વર્ષે 29 મેના દિવસે જ ચોમાસું પહોંચી ગયું છે. કેરળમાં ચોમાસાનું આગમન થતાં ઘણા રાજ્યમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક દરમિયાન પૂર્વોત્તર ભારત, તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુના દક્ષિણ અને કર્ણાટકના દરિયા કાંઠાનાં ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે અને પૂર્વ રાજસ્થાન, દિલ્હી અને હરિયાણાના કેટલાક ભાગોમાં ધૂળની ડમરીઓ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.

બિહારમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે કે ચોમાસું સમય કરતા વહેલા આવી જશે. ગયા વર્ષે પણ ચોમાસું સંભવિત તારીખથી એક દિવસ વહેલું આવ્યું હતું. આ વખતે આગાહી 2 દિવસ વહેલા આવવાની છે

આગામી પાંચ દિવસનું અનુમાન

30 અને 31 મેના રોજ ઉપ હિમાલય વિસ્તાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદ પડી શકે છે. 29 મે થી 1 જૂન સુધી આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં વરસાદની સંભાવના છે. કેરળ અને લક્ષદીપમાં ગાજવીજ અને વીજળી સાથે હળવો અને મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ દરમિયાન આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકલમાં છુટ્ટાછવાટા વરસાદની શક્યતા છે. કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં આગામી પાંચ દિવસમાં હળવા અને મધ્યમ વરસાદની સંભાવના છે. આગામી બે દિવસ ઉત્તર પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદ પડી શકે છે. 29 મેના રોજ એટલે કે આજે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરાં પડવાની સંભાવના છે. આગામી પાંચ દિવસ હીટવેવની કોઈ સંભાવના નથી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments