Team Chabuk-Gujarat Desk: ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરેન્દ્રનગર જિલ્લામાં આનંદ ભુવન ખાતે વિકાસ કામોનાં લોકાર્પણ, ખાતમુહૂર્ત, ઉદઘોષણા કાર્યક્રમમાં પધારનાર છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા તથા ટ્રાફીક વ્યવસ્થાને ધ્યાને રાખી તેમજ કોઈ આકસ્મિક બનાવો ન બને તે માટે તથા સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે તા.31/05/2025 ના રોજ “ભારે વાહનો પર ડાયવર્ઝન” આપવા અંગેનું જાહેરનામું નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાં અનુસાર, તા.31/05/2025 ના રોજ કલાક સવારે 6 કલાકથી બપોરે 3 કલાક સુધી સુરેન્દ્રનગર સિટી વિસ્તારમાં ભારે વાહનો પ્રવેશ ન કરે તે માટે નીચે જણાવેલ રૂટો પર ભારે વાહનોનું ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે.
- ચોટીલા બાજુથી આવતા ભારે વાહનો મુળી ત્રણ રસ્તાથી સાયલા બાજુ ડાયવર્ટ કરી સુરેન્દ્રનગર સિટી તરફ આવવા પર પ્રતિબંધ રહેશે.
- વિરમગામ-લખતર બાજુથી આવતા ભારે વાહનો ગેબનશા સર્કલથી લીંબડી તરફ ડાયવર્ટ કરી સુરેન્દ્રનગર સિટી તરફ આવવા પર પ્રતિબંધ રહેશે.
- ધ્રાંગધ્રા બાજુથી આવતા ભારે વાહનો વાયા વણા-લખતર બાજુ ડાયવર્ટ કરી સુરેન્દ્રનગર સિટી તરફ આવવા પર પ્રતિબંધ રહેશે.

આ જાહેરનામા અન્વયે આપાતકાલિન તથા જાહેર સેવા તંત્ર સાથે સંકળાયેલા અને ફરજ પરના વાહનોને તથા અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાંથી મુક્તિ આપવામાં આવે છે. આ જાહેરનામાંનાં ભંગ બદલ ગુજરાત પોલીસ અધિનિયમ- 1951ની કલમ-131 મુજબ શિક્ષાપાત્ર થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત