Team Chabuk-Gujarat Desk: અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. કાકા અને માતાની હત્યા કર્યા બાદ આરોપી યુવકે પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોલ છે. પરંતુ આત્મહત્યા માટે બે વખત પ્રયાસ કરવા છતાં યુવકનું મોત ના થતા અંતે તેણે તેના સબંધીને પોતે કરેલા ગુનાની જાણ કરી હતી. યુવકનું આ કૃત્ય જાણીને ભલભલા હચમચી જાય તેવું છે.
કાકા અને માતાની હત્યા કરનાર યુવકે સબંધીને ફોન કરીને કહ્યું હતું કે, ‘મેં મારી માતા અને કાકાની હત્યા કરી છે. અને મેં આત્મહત્યાનો પ્રયાસ કર્યો પરંતુ મારું મોત થઈ શકતું નથી….’ અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં આવેલી સુમન સજની સોસાયટીમાં રહેતા વરુણ પંડ્યા પર માતા અને કાકાની હત્યાનો આરોપ લાગ્યો છે. આરોપી વરુણ પંડ્યાએ તેની માતા અને કાકાની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. વરુણે આ ઘટનાની જાણ તેના એક સંબંધીને કરી હતી. જો કે પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે વરુણ લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યો હતો. જેથી પોલીસે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો
આરોપી વરુણને સારવાર માટે મોકલ્યા બાદ ઘરમાં તપાસ કરતા તેની માતા વંદનાબહેન અને કાકા અમૂલભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક જાણકારીમાં જાણવા મળ્યું છે કે, સોમવારે વરુણે તેના કાકા અને માતાની હત્યા કરી પોતે પણ ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગળેફાંસો ખાવાથી તેનું મૃત્યુ ન થતાં તેણે છરી વડે પેટના ભાગે ઘા માર્યા હતા. તેમ છતાં મોત ન થતા તે બે દિવસ સુધી લોહીલુહાણ હાલતમાં રૂમમાં બંને મૃતદેહ પાસે બેસી રહ્યો હતો. આખરે કંટાળીને તેણે તેના એક સંબંધીને આ બાબતની જાણ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે સાત આઠ દિવસ પહેલા વરુણના બહેન કિન્નરીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જેનો આઘાત તેઓ સહન કરી શક્યા ન હતા. બીજી તરફ એવું પણ જાણવા મળી રહ્યું છે કે, આર્થિક ભીંસના કારણે તેણે આ પગલું ભર્યું હોય શકે છે. મૃતક અમૂલ પંડ્યા કોર્પોરેશનમાં પબ્લિક હેલ્થ ઓફિસર તરીકે કામ કરતા હતા. પરંતુ સાતેક વર્ષ પહેલાં તેઓ નિવૃત્ત થયા છે. જેમના પેન્શનથી ઘરનું ગુજરાન ચાલતું હતું. જો કે આ સમગ્ર મામલે પોલીસે FSLની મદદ લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત