Homeગુર્જર નગરીસોમનાથના સાનિધ્યમાં 80 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે, વોક-વે બનાવવાનો ખર્ચ થયો છે...

સોમનાથના સાનિધ્યમાં 80 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે, વોક-વે બનાવવાનો ખર્ચ થયો છે આટલો

શૈલેષ નાઘેરાઃ જગવિખ્‍યાત સોમનાથ સાંનિઘ્‍યમાં 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા ચાર વિકાસકામોનું લોકાર્પણ તથા સોમનાથ મંદિર પરિસરમાં બનનાર પાર્વતી માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત આવતીકાલે મંદિર ટ્રસ્‍ટના અઘ્‍યક્ષ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટ્રસ્‍ટી ગૃહમંત્રી અમીત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી કરશે. આ તકે મુખ્‍યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો સોમનાથમાં હાજર રહેશે. કાર્યક્રમને લઇ વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્‍ટે તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. મર્યાદીત સંખ્‍યાની હાજરીમાં કાર્યક્રમ યોજવાની ટ્રસ્ટની તૈયારી છે.

યાત્રાધામ સોમનાથ નગરીમાં પ્રવાસીઓના આકર્ષણરૂપ અનેક વિકાસકામો કેન્‍દ્ર અને રાજય સરકાર દ્રારા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે કેન્‍દ્ર સરકારની પ્રસાદ યોજના અંર્તગત 80 કરોડ જેવી માતબર રકમના ખર્ચે તૈયાર થયેલા અને થનારા વિકાસકામોનું 20મી ઓગસ્ટે લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેની વિગત આપતા સોમનાથ ટ્રસ્‍ટના સેક્રેટરી પી.કે.લ્‍હેરીએ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિરની સમીપે રૂ.49 કરોડના ખર્ચે બનેલા અત્યાધુનિક સવા કિલોમીટર લાંબા સમુદ્રદર્શન વોક વેનું લોકાર્પણ,  જૂના સોમનાથ મંદિર તરીકે ઓળખાતા મહારાણી અહલ્યાદેવી મંદિરના નવીનિકરણ અંર્તગત થયેલા નવા ગેઇટ-પરીસરની કામગીરીનું લોકાર્પણ, સોમનાથમાં થતા તમામ ઘન કચરાનો નિકાલ કરવા માટેના તૈયાર થનાર વેસ્ટ મેનેજમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ,  સોમનાથ કલા કેન્દ્રમાં બનેલા પૌરાણિક સંગ્રહાલયનું લોકાર્પણ કરાશે તેમજ 30 કરોડના ખર્ચે સોમનાથ મંદિર પરીસરમાં બનનારા પાર્વતી માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત થશે.

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્‍હીથી જોડાશે. જયારે સોમનાથના રામ મંદિર ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીની હાજરીમાં મર્યાદીત સંખ્‍યામાં લોકો હાજર રહેશે જેમાં સોશિયલ ડિસ્ટંસિગ સહિતના નિયમોનું પાલન કરાશે. આ કાર્યક્રમને લઇ વહીવટી, પોલીસ સહિતના તંત્ર અને સોમનાથ ટ્રસ્‍ટ સંકલનમાં રહી તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.

લોકાર્પણના કાર્યક્રમમાં સોમનાથ ટ્રસ્ટના વિકાસકામો સહિતની જાણકારી આપતી ખાસ ડોક્યૂમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે. નવનિર્મ‍િત વોક-વે ઉપર સ્વામી નારાયણ ગુરૂકુળ, શીશુ મંદિર ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓની માર્ચ પાસ્ટ બેન્ડવાજા સુરાવલી સાથે થશે. ઉપરાંત ચોરવાડની વિશ્વ પ્રસિદ્ધ ટીપ્પ્ણી નૃત્ય, સીદી બાદશાહ ધમાલનૃત્ય, જૂનાગઢ પોલીસ બેન્ડ સુરાવલીઓ, વિવિધ પૈરાણિક પાત્રો સાથેની રથ શોભાયાત્રા નીકળશે આ ઉપરાંત બાટવા વિશ્વ પ્રસિદ્ધ જય ચામુંડા રાસ મંડળ દાંડીયા રાસની રમઝટ પણ બોલાવાશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments