Homeગુર્જર નગરીવડોદરામાં દારુના નશામાં યુવતીનો પોલીસ સાથે હાઇવૉલ્ટેજ ડ્રામા, મહિલા પોલીસ સાથે ઝપાઝપી...

વડોદરામાં દારુના નશામાં યુવતીનો પોલીસ સાથે હાઇવૉલ્ટેજ ડ્રામા, મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી

Team Chabuk-Gujarat Desk: વડોદરા શહેરમાં યુવતીએ દારુની નશામાં ધમાલ માચાવી હાઈવૉલ્ટેજ ડ્રામા કર્યો હતો. યુવતી નશામાં રસ્તા પર પોલીસ સાથે હાથાપાઈ કરવા લાગી હતી. પોલીસે યુવતી સામે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો છે. વડોદરા શહેરની ગોત્રી પોલીસે યુવતીની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

રાજ્યભરમાં પોલીસ દ્વારા સતત ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે, જેને લઈને રાત્રિ દરમિયાન વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે રાત્રે વડોદરાના ગોત્રી ગોકુળ નગર પાસે પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. આ દરમિયાન પોલીસની ટીમે એક કારને ચેકિંગ માટે રોકી હતી. આ દરમિયાન કારચાલક યુવતી પોલીસ સાથે માથાકુટ કરવા લાગી હતી. ટીમે કાર ચેકિંગ કરવાનું કહેતા યુવતી ઉશ્કેરાઈ હતી, તે કારમાંથી નીચે ઉતરીને પોલીસ સાથે ધક્કામુક્કી કરવા લાગી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું.

vadodara

મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુવતીને સમજાવવા છતાં યુવતી પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી હતી. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે યુવતીએ ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીને લાફો માર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. વીડિયોમાં યુવતી દારૂના ચિક્કાર નશામાં હોય તેવું લાગી રહ્યું છે. તે પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ રહી છે. જ્યારે પોલીસકર્મીઓ સતત તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

યુવતી નશાની હાલતમાં પોલીસકર્મચારીઓને અપશબ્દો બોલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહામહેનતે મહિલા પોલીસની ટીમ નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડે છે. હાલ ગોત્રી પોલીસે મોના હિંગુ નામની યુવતી સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

whatsapp

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments