Team Chabuk-Special Desk: રક્ષાબંધન શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ભાઈ-બહેનના સંબંધોનો આ પવિત્ર તહેવાર દેશભરમાં ઉજવવામાં આવે છે. વર્ષ 2023માં રક્ષાબંધન ઉજવવા માટે 2 દિવસે રક્ષાબંધન ઉજવાશે. જેના કારણે લોકોમાં અસમંજસ છે કે રક્ષાબંધન ઉજવવાની સાચી તારીખ કઈ છે.
વર્ષ 2023માં, રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટ, બુધવાર અને 31 ઓગસ્ટ, ગુરુવારે ઉજવવામાં આવશે. એટલે કે આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ ઉજવાશે. હિન્દુ પંચાગ અનુસાર, શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂનમ 30 ઓગસ્ટ, બુધવારે છે. પૂનમ સવારે 10.58 કલાકથી શરૂ થશે અને 31 ઓગસ્ટ, ગુરુવારના રોજ સવારે 07.05 કલાકે સમાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર બપોરનો સમય રક્ષાબંધનની ઉજવણી માટે વધુ યોગ્ય માનવામાં આવે છે.

રાહુકાળ અને ભદ્રા સમયે ભાઈને રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. આ સમયે ભાઈને રાખડી બાંધવાથી તેના જીવનમાં મુશ્કેલીઓ આવે છે. પરંતુ જો બપોરે ભદ્રા હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ છે. એટલે કે 30મી ઓગસ્ટે ભદ્રકાળ સાંજથી રાત સુધી ચાલશે.
જ્યોતિષાચાર્યોના મતે આ વર્ષે રક્ષાબંધન 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે, પરંતુ ભદ્રા દિવસભર હોવાથી રાત્રે રક્ષા સૂત્ર બાંધવાનો શુભ સમય રહેશે. જ્યારે પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટની સવારે શરૂ થશે, ત્યારે ભદ્રા પણ તે જ સમયે શરૂ થશે, જે રાત્રે 8.50 સુધી ચાલશે. રક્ષાબંધન પર ભદ્રા યોગમાં રક્ષા સૂત્ર બાંધવામાં આવતું નથી. 30ની રાત્રે 8.50 થી 31 ઓગસ્ટની સવારે 7.35 સુધી તમે રક્ષા સૂત્ર બાંધી શકશો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત