Team Chabuk-Gujarat Desk: રાજકોટ એરપોર્ટ પર સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. રીક્ષા ચાલક VVIP ગેટ તોડી રન વે ના ગેટ સુધી પહોંચ્યો હતો. તાત્કાલિક CISFના જવાનોએ પકડી પાડયો હતો. રીક્ષા ચાલક દારૂ પીધેલો હોવાની પોલીસને શંકા છે. આ ઘટના ત્યારે બની જ્યારે ઈન્ડિગોની બેંગલુરૂ માટેની ફ્લાઈટ હજુ લેન્ડિંગ થઈ હતી. જો થોડીક વહેલી ઘટના બની હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના હતી.

કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસનો કાફલો તેમજ મેટલ ડિટેક્ટર, ડોગ સ્કોર્ડને લઈને રાજકોટ એરપોર્ટ પહોચી ગયો હતો. તાત્કાલીક ધોરણે સમગ્ર એરિયાનું ચેકીંગ હાથ ધર્યું હતું. અચાનક એરપોર્ટમાં રીક્ષા ઘુસ્યાનાં સમાચાર વાયુ વેગે રાજકોટમાં પ્રસરતા સૌ કોઈ અચંબામાં મુકાઈ જવા પામ્યા હતા.
આ ઘટનામાં રીક્ષાચાલક દિપક જેઠવાને પકડીને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, તથા રીક્ષા ડિટેઇન કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા રાજકોટ એરપોર્ટ પર SOGની ટીમ સાથે ડોગ સ્ક્વોડ અને બોંબ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત