Team Chabuk-Gujarat Desk: ગીર સોમનાથના ઊનામાં પોલીસે ફરી સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. શાંતિ સમિતિની બેઠકમાં સમાધાન બાદ પણ કેટલાક અસામાજિક તત્વોએ મોડી રાત્રે શહેરના કુંભારવાડા અને કોર્ટ વિસ્તારમાં માહોલ બગાડવાનો પ્રયત્ન કર્યો જો કે, જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટોળાને વિખેર્યું હતું.
ઊનામાં અલગ અલગ-વિસ્તારોમાં ટાળા આમને સામને થયા હતા. જોકે, પોલીસે ફરી એકવાર સ્થિતિ પર તાત્કાલિક કાબૂ મેળવી લીધો હતો. સ્થિતિ વધુ ન વણસે તે માટે શહેરમાં SRPની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે.
ગીર સોમનાથ: ઊનામાં પોલીસના ધાડેધાડા ઉતારાયા, પથ્થરમારા બાદ પોલીસ એલર્ટ મોડમાં#Police #Una #alertmode #Ramnavmi #Ramjanmotsav pic.twitter.com/WE4dWoJKjN
— thechabuk (@thechabuk) April 2, 2023
મહત્વનું છે કે, રામનવમી પર કાજલ હિન્દુસ્તાનીના વિવાદીત નિવેદન બાદ સ્થિતિ વણસી હતી. જેના વિરોધમાં શુક્રવારે વિરોધ નોંધાવવામાં આવવા માટે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થિતિને કાબૂમાં લેવા માટે બન્ને કોમના વડાઓએ શાંતિ સ્થપાય તેવા પ્રયાસ કર્યા હતા. શનિવારે દિવસભર ઉના શહેર બંધ રહ્યા બાદ શાંતિ સમિતીની બેઠક યોજવામાં આવી હતી. અને સમાધાન થયું હતું.
બેઠક બાદમાં બન્ને કોમના આગેવાનોની સાથે ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં પણ શરુઆતમાં ગરમા-ગરમી રહ્યા બાદ બન્ને પક્ષે ભેટીને શાંતિનો માહોલ બને તે માટેના પ્રયાસો કર્યા હતા પરંતુ સાંજે ફરી માહોલ તંગ બન્યો હતો.એસપી શ્રીપાલે વધુમાં જણાવ્યું કે, અમે નેતાઓને કહ્યું છે કે તે ફરિયાદ આપે તો અમે કાજલ હિન્દુસ્તાની સામે એફઆઈઆર દાખલ કરી કડક કાર્યવાહી કરીશું.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત