Homeગુર્જર નગરીજામનગરમાં દારૂડિયાએ દારૂ ઢીંચીને ટ્રેન સામે દોટ મૂકી, ટ્રેન દસ મિનિટ રોકવી...

જામનગરમાં દારૂડિયાએ દારૂ ઢીંચીને ટ્રેન સામે દોટ મૂકી, ટ્રેન દસ મિનિટ રોકવી પડી

Team Chabuk-Gujarat Desk: જામનગરમાં એક દારૂડિયાએ ગામ ગાંડુ કર્યું. એક શખ્સ દારૂ ઢીંચીને રેલવે ટ્રેક પર આવી ગયો અને ટ્રેનને ચેલેન્જ આપતો હોય તેમ સામેથી આવી રહેલી ટ્રેન સામે ઉભો રહી ગયો. ઘટના બની છે જામનગર શહેરના દિગ્જામ ફાટક પાસે. જામનગર શહેરમાં દેશી દારૂ માટે પંકાયેલા દિગ્જામ ફાટક પાસેની ઝૂંપડપટ્ટી પાસે ગઈકાલે સવારે આ ઘટના બની હતી.

બુધવારે સવારે એક દારૂડિયો ચિક્કાર નશામાં રેલવે ટ્રેક પર દોડી આવ્યો અને આવી રહેલી ટ્રેનની સામે ઉભો રહીને તમાશો કરવા લાગ્યો. જો કે ટ્રેન ચાલકે સમય સૂચકતા દાખવીને ટ્રેનને રોકી લેતા દુર્ઘટના ટળી હતી. દારૂડિયાના આ તમાશાના કારણે 10 મિનિટ ટ્રેન રોકવી પડી હતી. બાદમાં સ્થાનિકોએ આવીને આ દારૂડિયાને લઈ જતાં ટ્રેન ફરીથી આગળ વધી શકી હતી. જામનગરમાં બનેલી આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની છે.

જામનગર શહેરના દેશી દારૂ માટેના કુખ્યાત બનેલા દિગ્જામ ફાટક પાસેની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અસામાજિક તત્વો માટે પ્રખ્યાત છે. આ વિસ્તારમાં ભૂતકાળમાં પણ પોલીસ પર હુમલા થવાની ઘટનાઓ બની ચૂકી છે. દારૂડિયાઓએ આ વિસ્તારને માથે લીધો છે. આ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોની લોકો પણ ફરિયાદ કરી રહ્યા છે.

ત્યારે ગઈકાલે બુધવારે આ અસામાજિક તત્વોનો કડવો અનુભવ રેલવે વિભાગને પણ થયો હતો. ચિક્કાર દારૂ ઢીંચીને એક શખ્સે શર્ટ કાઢીને ગાંધીનગર તરફથી આવતી ટ્રેન સામે બે હાથ ઉંચા કરીને દોટ મૂકી હતી. ટ્રેનની સામે આવીને ઉભા રહી ગયેલા આ શખ્સને જોઈને ટ્રેન ચાલક પણ પહેલાં ચોંકી ગયા હતા. બાદમાં ટ્રેન ચાલકે સમય સૂચકતાં વાપરીને ટ્રેનને ઉભી રાખી દીધી હતી. ટ્રેનન અચાનક અધવચ્ચે ઉભી રહી જતાં સ્થાનિક લોકો રેલવે ટ્રેક પર દોડી આવ્યા હતા અને આ દારૂડિયા શખ્સને ટ્રેક પરથી નીચે ઉતાર્યો હતો. આ દરમિયાન ટ્રેનને 10 મિનિટ સુધી રોકવી પડી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments