Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના છિંદવાડામાં દુષ્કર્મ બાદ ગર્ભવતી બનેલી યુવતીએ પોલીસ સ્ટેશનની અંદર જ બાળકને જન્મ આપી દીધો હતો. બળાત્કારની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશને પહોંચેલી યુવતીને ત્યાં જ પ્રસવપીડા ઉપડી હતી, જે પછી પોલીસ મથકના ઈન્ચાર્જે મહિલા પોલીસને આદેશ આપતા ત્યાં જ બાળકનો સુરક્ષિત રીતે જન્મ કરાવ્યો હતો. હવે મા અને બાળક બંને સ્વસ્થ છે.
આ ઘટના મધ્યપ્રદેશના છિંદવાડના કુડાપુરા પોલીસ વિસ્તારની છે. મંગવારની રાતે ત્યાં એક સગીર યુવતી બળાત્કારની ફરિયાદ લઈ પોલીસ સ્ટેશને પહોંચી હતી. ગર્ભવતી યુવતીને ત્યાં જ પ્રસવપીડા ઉપડી હતી. તે દર્દથી કણસવા લાગી હતી. સ્થિતિ એવી હતી કે હોસ્પિટલ લઈ જવાનો સમય નહોતો. તો પોલીસ સ્ટેશનના પ્રભારી પૂર્વા ચોરસિયાએ પોલીસ સ્ટેશનમાં રહેલી મહિલા કોન્સ્ટેબલ અને કામવાળી બાઈની મદદ લઈને અંદર રહેલા પોલીસ સ્ટેશનનાં ખાલી ઓરડામાં જ યુવતીનો સુરક્ષિત પ્રસવ કરાવ્યો હતો. બાળક અને માતા બંને સ્વસ્થ છે અને તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
પીડિતાએ આરોપ લગાવ્યો છે કે નવ મહિનાથી તેના ગામમાં રહેનારા યુવકે તારી સાથે લગ્ન કરીશ તેવો ખોટો વાયદો આપી તેનો બળાત્કાર કર્યો હતો. એ ગર્ભવતી હતી, જ્યારે ત્રણ દિવસ પહેલા તેણે લગ્નની વાત કહી તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસ આરોપીની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત